ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બનાસકાંઠા

નવી ભીલડી ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરાયા

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતિલાલ કપૂરજી માળીને જિલ્લા| વિકાસ અધિકારી (DDO) દ્વારા તાત્કાલિંક અસરથી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ સત્તાનો દુરુપયોગ અને કામગીરીમાં ગેરરીત  બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.| લાંબા સમયથી ચાલી રહેલી તપાસ અને મળેલી કરિયાદોના આધારે જિલ્લા વિકાસાં અધિકારીએ આ કડક નિર્ણય લીધો હોવાનું જણાવાય છે. સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ પંચાયતનું કામકાજ ખોરવાય નહીં તે માટે ઉપસરપંચ દિનેશચંદ્ર નટવરલાલ મોદીને કાર્યભાર સોંપવામાં આવ્યો છે. હવે તેઓ નવી ભીલડી ગ્રામ પંચાયતની તમામ વહીવટી જવાબદારીઓ સંભાળશે. આ ઘટનાને પગલે ડીસા પંથકના રાજકારણમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે તેમજ ગ્રામજનોમાં પણ આ કાર્યવાહી અંગે વિવિધ પ્રતિભાવો સામે આવી રહ્યા છે.


*એહવાલ... વિક્રમસિંહ રાઠોડ ભીલડી*

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,752