ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / ગાંધીનગર

*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી*

*રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી*

*મેટ્રોમાં મુસાફરી કરીને ગાંધી આશ્રમ પુનરુદ્ધાર યોજનાની સમીક્ષા અર્થે પહોંચતા રાજ્યપાલશ્રી*

*રાજ્યપાલશ્રીએ સામાન્ય નાગરિકની માફક લાઈનમાં ઉભા રહીને જાતે ટીકીટ લીધી: મેટ્રોમાં મુસાફરો સાથે સહજ સંવાદ કર્યો*
 

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની સાદગીપૂર્ણ જીવનશૈલીની વધુ એક ઝલક લોકોને જોવા મળી છે. આજરોજ રાજ્યપાલશ્રીએ ગાંધી આશ્રમ પુનરુદ્ધાર યોજનાની સમીક્ષા અર્થે સચિવાલય મેટ્રો સ્ટેશનથી રાણીપ મેટ્રો સુધી મુસાફરી કરી હતી.

રાજ્યપાલશ્રી ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશને સામાન્ય મુસાફરની જેમ લાઈનમાં ઉભા રહીને જાતે ટિકિટ ખરીદીને પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓએ અન્ય મુસાફરોની સાથે મેટ્રોમાં મુસાફરી કરી હતી.

રાજ્યપાલશ્રી મેટ્રોમાં મુસાફરી કરતા હોવાની જાણ થતા જ અન્ય મુસાફરોમાં પણ કુતુહલ સર્જાયું હતું.  રાજ્યપાલશ્રી મુસાફરો સાથે સહજ સંવાદ કરી મેટ્રોની મુસાફરીમાં સહભાગી બન્યા હતા. રાજ્યપાલશ્રીએ મેટ્રોમાં મુસાફરી વિશે લોકોના અનુભવો જાણ્યા હતા. લોકોએ રાજ્યપાલશ્રી સાથે ફોટો પડાવીને પોતાની સફરને જીવનભર માટે યાદગાર બનાવી હતી.

મહત્વનું છે કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અનેકવાર એસ.ટી. બસ અને ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીને પોતાની સાદગીનો પરિચય આપે છે. આજે તેમણે સામાન્ય નાગરીકોની જેમ મેટ્રોમાં મુસાફરી કરીને ખરા અર્થમાં જનતાના રાજ્યપાલ હોવાનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.
 

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,707