મોટી ઘરનાળ ગામે ખેડુત આવ્યો ગાયોને વ્હારે
પાંચ વીઘા ખેતરમાં બાજરીનો ઉભો પાક ગાયો માટે ભેળાઈ દીધો
ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે રાજગોર પુનાભાઈ શામજીભાઈ એ પોતાના ખેતરમાં અંદાજે પાંચ વીઘા જેટલી તૈયાર ડોડામાં આવેલી બાજરી ના ખેતરમાં દેશી ગાયો ચરાવીને પુણ્યનું એક સરાહનીય કામ કરેલ છે અત્યારે ભર ઉનાળે જ્યારે પાણી માટે તેમજ ખોરાક માટે અહીં અહીં ભટકતી દેશી ગયો ને જોઈને તેમની અંદાજે પાંચ વીઘા જેટલી દેશી બાજરી ના ખેતરમાં દેશી કરાવીને આંતરડાના આશિષ મેળવ્યા છે આ ખેતરમાં આશરે પાંચ વીઘા જેટલી બાજરી હોવાથી અગાઉ ના ત્રણ દિવસ માટે આ ગાયો માટે અહીં તહી અટક્યા સિવાય ભરપેટ ચારો મળી રહે તે માટે નું એક પગલું ભરતા અત્યારના મોંઘવારીના જમાનામાં પુનાભાઈ શામજીભાઈ રાજગોર ગાયો પ્રત્યેના દયાભાવને બિરદાવવા જોગ કાર્ય કરેલ છે. ગાયો માટે જે ખેડૂતો દાન કરી રહ્યા છે તેને ગૌ સેવકો સહિત લોકો બિરદાવી રહ્યા છે.
એહવાલ વિક્રમસિંહ રાઠોડ ભીલડી