ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

જુઓ ... સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ચૂંટણી કાર્ડ સિવાય કયા ડોક્યુમેન્ટ માન્ય રહેશે

*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ચૂંટણી કાર્ડ સિવાય અન્ય ૧૪ દસ્તાવેજો માન્ય રહેશે* 

*******

*આધાર કાર્ડ, પાન કાર્ડ સહિતના અન્ય ફોટો‌ આધારથી પણ‌ મતદાન કરી શકાશે*

*******

રાજયની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી માટે યોજાનારા મતદાન માટે મતદારે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) રજૂ કરવાનું રહેતું હોય છે. પરંતુ જો કોઈ મતદાર આવું ફોટો ઓળખપત્ર (EPIC) રજુ ન કરી શકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અન્ય દસ્તાવેજી પુરાવાઓ માન્ય કરેલ છે.

    જેમાં ફોટા સાથેનો પાસપોર્ટ,ફોટા સાથેનું ડ્રાઈવીંગ લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ),ફોટા સાથેનું ઈન્કમટેક્ષ (PAN) ઓળખકાર્ડ, રાજય સરકાર, કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લીક લીમીટેડ કંપનીઓ તરફથી તેઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટા સાથેના ઓળખકાર્ડ, પબ્લીક સેક્ટર, બેન્કો અને પોસ્ટ ઓફિસો તરફથી આપવામાં આવતી ફોટા સાથેની પાસબુક (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), અનુસુચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિ, અન્ય પછાતવર્ગ (OBC) નું સક્ષમ અધિકારીનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ) રજૂ કરી શકાશે.

    આ ઉપરાંત ફોટો સાથેના પેન્શન પ્રમાણપત્ર જેવા કે, માજી સૈનિકોની પેન્શન બુક/પેન્શન પેમેન્ટ ઓર્ડર/માજી સૈનિકની વિધવા આશ્રિતોના પ્રમાણપત્રો/મોટી ઉમરની વ્યક્તિના પેન્શન ઓર્ડર, વિધવા પેન્શન ઓર્ડર (ચૂંટણી તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ) કેન્દ્ર સરકાર/ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા સૈનિકનાં ફોટા સાથેના ઓળખકાર્ડ, ફોટો સાથેના હથિયારોના લાયસન્સ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ વિકલાંગનું ફોટા સાથેનું પ્રમાણપત્ર (ચૂંટણીની તારીખથી એક માસ પહેલા ઈસ્યુ થયેલ),રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી યોજના (MNREGS) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેના જોબ કાર્ડ (ચૂંટણીની તારીખથી એક માસ પહેલાં ઈસ્યુ થયેલ), કર્મચારી રાજ્ય વીમા યોજના (ESI) હેઠળ આપવામાં આવેલ ફોટા સાથેનું ઓળખકર્તા, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર (NPR) સ્કીમ હેઠળ RGI દ્વારા આપવામાં આવેલ સ્માર્ટ કાર્ડ અને  “આધાર કાર્ડ" રજૂ કરી શકાશે. ચૂંટણી કાર્ડ સિવાયના આ અન્ય ફોટો પુરાવા દ્વારા પણ મતદાન કરી શકાશે.

********

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,706