ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ*

 

*સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ પૂર્ણ*

*આવતીકાલથી ઇવીએમ ડિસ્પેચનો પ્રારંભ:૪૮૭૩ પોલિંગ સ્ટાફ, ૧૪૦૮ પોલીસ સ્ટાફ, ૧૦૬ ઝોનલ અધિકારીનું ચૂંટણી માટે ડિપ્લોયમેન્ટ*

********

*મતદારો માટે મતદાન મથકોએ પાણી, શેડ, ઓ.આર.એસ., વ્હીલચેર સહિતની વ્યવસ્થાઓ કરાઈ*

********

સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અન્વયે કલેકટર શ્રી રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં ચૂંટણી અંગે પત્રકાર પરિષદ યોજાઇ હતી. ગાંધીનગર જિલ્લામાં દહેગામ અને કલોલ નગરપાલિકા, ગાંધીનગર જિલ્લા પંચાયત તથા માણસા, કલોલ અને દહેગામ તાલુકાની તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં નગરપાલિકા માટે ૧૮ વોર્ડની ૬૮ બેઠકો પર ચુંટણી યોજનાર છે જેમાં ચાર બેઠકો બિનહરીફ જાહેર થતાં ૧૫૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. આ સાથે તાલુકા પંચાયતની કુલ ૭૬ બેઠકોમાં ૬ બેઠકો બિનહરિફ થતાં ૭૦ બેઠકો પર ૧૭૧ હરિફ ઉમેદવારો વચ્ચે તેમજ જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોમાંથી ૩ બેઠકો બિનહરીફ થતા ૨૫ બેઠકો પર ૬૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજનાર છે.

     સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીઓ માટે હાલ સુધીમાં ૧૩ ચૂંટણી અધિકારીશ્રીઓની અને વિવિધ વિભાગની કામગીરી માટે ૧૩ નોડલ અધિકારીશ્રીઓની પણ નિમણૂક કરવામાં આવેલ છે. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠક માટે સમગ્ર જિલ્લામાં કુલ ૭૬૦ મતદાન મથકો તથા નગરપાલિકા માટે દહેગામ અને કલોલ ખાતે મળી કુલ ૧૩૨ મતદાન મથકોનું નિર્માણ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા પંચાયત માટે પ,૯૦,૯૨૧, તાલુકા પંચાયત માટે ૪,૪૭,૧૨૨ મતદારો અને નગરપાલિકામાં ૧,૩૧,૭૪૯ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

     સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ૪૮૭૩ પોલિંગ સ્ટાફ, ૧૪૦૮ પોલીસ સ્ટાફ, ૧૦૬ ઝોનલ અધિકારીને ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. જેઓ ૧૦૪ રૂટ પર ફરજ બજાવશે. આ માટે કુલ ૨૩૯ વાહનોની ફાળવણી કરવામાં આવી છે સાથે જ દિવ્યાંગ મતદારો માટે મતદાન કેન્દ્રો ખાતે ૩૪૩ વ્હીલચેરની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

       આ ચૂંટણી પ્રક્રિયામાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સિંગલ ચોઈસ ઇવીએમ મશીનનો તેમજ નગરપાલિકાના વોર્ડની ચૂંટણી માટે મલ્ટી ચોઇસ ઇવીએમ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે તાલુકા પંચાયતની ચૂંટણી સંબંધિત ૫૫૧ મતદાન મથકો માટે ૬૨૮ બેલેટ અને કંટ્રોલ યુનિટ, જિલ્લા પંચાયતના ૭૬૦ મતદાન મથકો માટે ૮૫૮ બેલેટ તેમજ કંટ્રોલ યુનિટ અને નગરપાલિકાઓના ૧૩૨ મતદાન મથકો માટે ૧૬૩ બેલેટ તેમજ કંટ્રોલ યુનિટ રિઝર્વ વ્યવસ્થા સાથે ફાળવવામાં આવ્યા છે. આ સાથે તમામ મતદાન મથકો ખાતે તંત્ર દ્વારા શેડ, શુદ્ધ પીવાના પાણી, ઓ.આર.એસ., પ્રાથમિક સારવાર અને દવા, અશક્ત મતદારો માટે વ્હીલચેર સહિતની વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

    પરિષદ ખાતે એસ.પી. શ્રી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, ચૂંટણી વ્યવસ્થા માટે ૧૫૦૦ પોલીસ, ૧૫૦ પીઆઈ - ડીવાયએસપી - એસપી તથા ૧ હજાર જીઆરડી - હોમગાર્ડ તૈનાત થશે. આજ સાંજથી જબંદોબસ્ત શરૂ થશે. ૫૭ પોલીસ મોબાઈલ પેટ્રોલિંગ રહેશે. જેમાં ૮ ડીવાયએસપી ૧૦ એલસીબી, એસઓજી ટીમ પણ ફરજ બજાવશે.૨૧૦ સંવેદનશીલ પોલીસ મથક પર વધારે બંદોબસ્ત રહેશે. ચૂંટણી અંતર્ગત માટે છેલ્લા ૨૫ દિવસમાં ૬૦૦ લોકોની પ્રોહીબીશન અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. ૧ હજાર હથિયાર ડિપોઝીટ કર્યા છે. ૧૦ પાસા તથા ૬ તડીપાર કરવાના કેસ કરવામાં આવ્યા છે.

       આદર્શ અને પારદર્શક ચૂંટણી માટે કલેકટર શ્રી રવિન્દ્ર ખતાલેએ ગાંધીનગર જિલ્લાના મતદારોને ૨૬ એપ્રિલ મતદાનના દિવસે વધુને વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવા યોગદાન કરવા અપીલ કરી હતી.

     આ પરિષદમાં અધિક કલેક્ટર શ્રી નિશા શર્મા, નાયબ ચૂંટણી અધિકારી શ્રી જય પટેલ વગેરે અધિકારીઓ અને મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,710