પાટણ : સમી
સમીના દાઉદપુર ના આદમી પાર્ટીના ઉમેદવાર ભીખા ભાઈ નાડોદાનું ભવ્ય સ્વાગત, ગામેગામ જીત માટે જનસંપર્ક તેજ
સમી તાલુકામાં આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રચાર દિવસેને દિવસે તેજ બની રહ્યો છે. 22 સમી જીલ્લા પંચાયત સીટના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભીખા ભાઈ શંકર ભાઈ નાડોદા દ્વારા ગામે ગામે સક્રિય પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, જેને લોકો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળી રહ્યો છે.
સમી તાલુકાના દાઉદપુર ગામે ઉમેદવારના આગમન સમયે ગ્રામજનોએ પરંપરાગત રીતે કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કર્યું હતું. “વિજયી ભવો”ના ગુંજતા નારા સાથે સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બન્યું હતું.

ઉમેદવાર ભીખા ભાઈ નાડોદાએ પ્રચાર દરમિયાન દાઉદપુર.સમી વરાણા વાવલ જલાલાબાદ મોટા જોરાપુરા
ધધાણા નાના જોરાપુરા મુબારક પુરા રાણાવાડા દાદર શેરપુરા ઝીલવાણા ગુજરવાડા મુબારક પુરા માત્રોટા સજુપુરા સહિતના ગામોમાં સંપર્ક કરી લોકો સાથે સીધી મુલાકાત કરી હતી. તેમણે વિકાસલક્ષી કામોને આગળ વધારવા માટે મતદારોને કિંમતી મત આપવાની અપીલ કરી હતી.
સ્થાનિક લોકોમાં આમ આદમી પાર્ટી પ્રત્યે વિશ્વાસ અને સમર્થન જોવા મળતા ચૂંટણીમાં સારો પ્રતિસાદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર વિસ્તારમાં આમ આદમી પાર્ટી કાર્યકરો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ચૂંટણીનું માહોલ ગરમાયું છે