ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / પાટણ

પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન મનુજી મફાજી ઠાકોર મેદાને: સમીની ગોચનાદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપને વિજય બનાવવા કરી જાહેર અપીલ.

પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન મનુજી મફાજી ઠાકોર મેદાને: સમીની ગોચનાદ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપને વિજય બનાવવા કરી જાહેર અપીલ.

 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે ત્યારે પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન અને સામાજિક અગ્રણી મનુજી મફાજી ઠાકોર દ્વારા ભાજપના સમર્થનમાં જોરદાર પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

તેમણે ગોચનાદ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર દિલીપજી કેશાજી ઠાકોર અને તેના અંતર્ગત આવતી તમામ છ તાલુકા પંચાયત સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા મતદારોને ભાવભરી અપીલ કરી છે.

 

 મનુજી ઠાકોરે કાર્યકરો અને મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની રાજનીતિ ચાલી રહી છે. છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચી રહ્યા છે, ત્યારે આ વિકાસ યાત્રાને ચાલુ રાખવા માટે કમળના નિશાન પર વોટ આપી વિજય બનાવો.

 

 ગોચનાદ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર દિલીપજી કેશાજી ઠાકોર અને તેની અંતર્ગત છ તાલુકા પંચાયત સીટો વિજય બનાવવા અને ભાજપનું શાસન લાવવા માટે એકજૂથ થઈ મતદાન કરો.

 

 ઠાકોર સમાજ સહિત તમામ સમાજના લોકો વિકાસના કામો ને ધ્યાને રાખી ભાજપને સમર્થન આપે તેવી વિનંતી કરી હતી.

PANKAJ SADHU
News Creator
based in Patan
Followers
0
Total News Views
393