ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / પાટણ

સમીના નાયકા ગામે ભાજપનુ જોરદાર શક્તિપ્રદર્શન — ઉમેદવારોનું તિલકથી સ્વાગત, જીત માટે જનસમર્થન મજબૂત

પાટણ જિલ્લાના સમી તાલુકાના નાયકા ગામે ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારને વધુ ગતિ આપતા ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત નાયકા-11 સીટના ઉમેદવાર ધરતીબેન દર્શનભાઈ નાડોદા અને જિલ્લા પંચાયત દુદખા સીટના ઉમેદવાર નર્મદાબેન સોમાભાઈ પરમારનું ગામલોકો દ્વારા કુમકુમ તિલકથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને “વિજયી ભવો”ના નારા વચ્ચે જીત માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા મહામંત્રી બાબુજી ઠાકોર, સમી તાલુકા પ્રમુખ દિનેશભાઈ દેસાઈ, તાલુકા મહામંત્રી મહેશભાઈ, નનુભાઈ નાડોદા અને અલ્પેશજી ઠાકોર સમી તાલુકા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો અને કાર્યકરો ઉમેદવારોને જીતાડવા માટે ઉત્સાહપૂર્વક પ્રચાર કરી રહ્યા હોવાનું જોવા મળ્યું.

મંચ પરથી ઉમેદવારોએ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસકાર્યોની ચર્ચા કરી અને વિસ્તારના વિકાસને વધુ ગતિ આપવા ભાજપને મત આપવા અપીલ કરી હતી. સાથે જ પ્રચંડ બહુમતીથી વિજયી બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ચૂંટણીમય બની ગયું હતું, જ્યાં કાર્યકરોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો.

 

રિપોર્ટ. પંકજ સાધુ (પાટણ )

PANKAJ SADHU
News Creator
based in Patan
Followers
0
Total News Views
47