
સમી તાલુકા પંચાયતની 17 વેડ બેઠક પર ભાજપે બિનહરીફ વિજય મેળવી રાજકીય રીતે મજબૂત સ્થિતિ ઉભી કરી છે. ભાજપના ઉમેદવાર પસીબેન અનિલભાઈ હેરમાંને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.આ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર ધરતીબેન લવિંગભાઈ ઠાકોરે અંતિમ ક્ષણે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા ચૂંટણીમાં સીધી ટક્કર ટળી ગઈ અને ભાજપને સીધો લાભ મળ્યો. પરિણામે બેઠક પર એકતરફી સ્થિતિ સર્જાઈ હતી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સમી તાલુકામાં ભાજપનો વધતો પ્રભાવ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. વિપક્ષની નબળી સ્થિતિ વચ્ચે ભાજપ સતત પોતાની પકડ મજબૂત બનાવી રહ્યું છે.આ બિનહરીફ વિજયને લઈને તાલુકા સ્તરે રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આવનારા પરિણામો માટે આ મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.