.jpg)
**વાવ-થરાદ જિલ્લા ના ધરણીધર તાલુકાના ટડાવ ગામે ભવ્ય રીતે ઉજવાઈ ડૉ. આંબેડકરજીની 135મી જન્મજયંતી**
આજે 14 એપ્રિલના રોજ સમગ્ર દેશભરમાં ભારતીય બંધારણના શિલ્પી અને મહાન સામાજિક સુધારક Dr. Bhimrao Ramji Ambedkarની 135મી જન્મજયંતી ઉત્સાહ અને આદર સાથે ઉજવાઈ રહી છે. ‘સમાનતા દિવસ’ તરીકે ઓળખાતા આ દિવસે વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તે જ અનુસંધાને ધરણીધર તાલુકાના ટડાવ ગામે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભીમ અનુયાયીઓ દ્વારા આંબેડકરી વિચારધારાનું પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું હતું. ગામના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ડૉ. આંબેડકરના જીવનચરિત્ર, તેમના સંઘર્ષ અને સમાજ માટેના યોગદાન અંગે વક્તાઓએ પ્રકાશ પાડ્યો હતો. ઉપસ્થિત લોકોએ સમાનતા, ન્યાય અને ભાઈચારાના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમથી ગામમાં એકતા અને સામાજિક જાગૃતિનો સકારાત્મક સંદેશ ફેલાયો હતો.
*અહેવાલ શ્રવણ સોલંકી ધરણીધર ઢીમા*