ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / અમદાવાદ

અમદાવાદ મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા પ્રતિયોગિતાનું આયોજન

અમદાવાદ મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા પ્રતિયોગિતાનું આયોજન

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન તા. 31 માર્ચ, 2026ના રોજ રાજ્યમાં રેલવે અવસંરચનાને મજબૂત બનાવવા માટે અંદાજે ₹891 કરોડની મહત્વપૂર્ણ રેલવે પરિયોજનાઓનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. 

આ પરિયોજનાઓમાં ખેડબ્રહ્મા–હિંમતનગર રેલ લાઇનનું લોકાર્પણ, ખેડબ્રહ્મા–હિંમતનગર–અમદાવાદ (અસારવા) નવી રેલ સેવા નો શુભારંભ, ગાંધીધામ–આદિપુર રેલ લાઇનના મલ્ટી-ટ્રેકિંગ કાર્ય તેમજ કાનાલુસ–જામનગર રેલ લાઇનના ડબલિંગનું રાષ્ટ્રને સમર્પણ સામેલ છે. આ પરિયોજનાઓ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોને મજબૂત રેલ કનેક્ટિવિટી પૂરી પાડતા રાજ્યના સર્વાંગી વિકાસને નવી ગતિ આપશે. 

આ મહત્વપૂર્ણ અવસર નિમિત્તે અમદાવાદ મંડળ ના કાર્મિક વિભાગ દ્વારા વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થના નેતૃત્વમાં “રેલની નવી સુવિધાઓનું જીવનમાં મહત્વ” વિષય પર નિબંધ લેખન તથા ચિત્રકલા પ્રતિયોગિતાનું આયોજન તા. 27 માર્ચ, 2026ના રોજ ગાંધીધામ, ઈડર અને ખેડબ્રહ્મા સ્ટેશનો પર કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતામાં ત્રણેય સ્થળોએ કુલ 625 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 

આ પ્રતિયોગિતાઓ ખેડબ્રહ્મા સ્થિત અર્રડેકતા ઇન્સ્ટિટ્યૂટ, ઈડર સ્થિત સર પ્રતાપ હાઈ સ્કૂલ તેમજ ગાંધીધામ સ્થિત પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલયમાં આયોજિત કરવામાં આવી હતી. પ્રતિયોગિતાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રેલવેની આધુનિક સુવિધાઓ પ્રત્યે જાગૃતિ વધારવાનો તથા તેમની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહિત કરવાનો છે. પ્રતિયોગિતામાં પસંદ કરાયેલા વિજેતા વિદ્યાર્થીઓને તા. 31 માર્ચ, 2026ના રોજ યોજાનાર કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવામાં આવશે. 

મંડલ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશે આ અવસર પર જણાવ્યું કે આવા પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા માત્ર રેલવે પરિયોજનાઓ પ્રત્યે જનજાગૃતિ જ વધારવામાં નથી આવી રહી, પરંતુ યુવા પેઢીને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત પણ કરવામાં આવી રહી છે. 
 

 

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
3,978