ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બનાસકાંઠા

ઢીમા તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવી નિમણૂંક, પ્રતાપભાઈ રાવળ મંત્રી પદે નિમાયા

 

ઢીમા તાલુકા કોંગ્રેસ સમિતિમાં નવી નિમણૂંક, પ્રતાપભાઈ રાવળ મંત્રી પદે નિમાયા

ઢીમા, બનાસકાંઠા: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા તેમજ પ્રદેશ પ્રભારીની મંજૂરીથી ધરણીધર તાલુકા કોંગ્રેસ સમિતિ, ઢીમામાં પ્રતાપભાઈ મહાદેવભાઈ રાવળની મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આ નિમણૂંકને પગલે તાલુકા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પાર્ટીના સંગઠનને તાલુકા સ્તરે વધુ મજબૂત બનાવવા અને વિવિધ કાર્યક્રમોને ગતિ આપવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

નવી જવાબદારી સંભાળતા પ્રતાપભાઈ રાવળે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના સિદ્ધાંતોને અનુસરીને સંગઠનને મજબૂત બનાવવા અને કાર્યકરોને જોડીને આગળ વધારવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરશે.

સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ પ્રતાપભાઈને શુભેચ્છાઓ પાઠવી અને તેમના નેતૃત્વમાં પાર્ટી વધુ સશક્ત બનશે તેવી આશા વ્યક્ત કરી છે.

*અહેવાલ શ્રવણ સોલંકી ધરણીધર ઢીમા*

SHARVAN SOLANKI
News Creator
based in 91
Followers
0
Total News Views
634