ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બોટાદ

ગઢપુર તાલુકાના ઢસા જંકશન ગામે પાટીદાર સમાજની વાડી ખાતે તારીખ 22 માર્ચ 2026 રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ, ઢસા દ્વારા શિક્ષણ અને સંસ્કારના વિકાસ માટે વિશેષ અનોખો કાર્યક્રમ રાખેલો છે.

આ કાર્યક્રમના મુખ્ય પ્રવક્તા તરીકે સાયન્ટિસ્ટ, સાયકોલોજીસ્ટ અને ધર્મ સાથે વિજ્ઞાનને સહજમાં વણી લેતા અનુભવી શ્રી જયેશભાઈ જરીવાલા સુરતથી પધારશે. અન્ય અનુભવી વ્યક્તિઓનો પણ અનુપમ લાભ મળશે. આ સાથે પ. પૂ. 

બ્રહ્મપ્રકાશ સ્વામી વડતાલધામથી પધારી, આ પ્રસંગે ખાસ આપણી ઋષિ પરંપરાઓનું અને સંસ્કારોનું મહત્વ સમજાવશે.

 ખાસ બાળકોના ભવિષ્ય અને સર્વાંગી વિકાસ માટે આ કાર્યક્રમ ખૂબ જ ઉપયોગી બની રહેશે. બાળકો સાથે શિક્ષકો અને સમાજના શ્રેષ્ઠિઓને પણ આમાં ખૂબ જ જાણવાનું મળશે.

 પરીક્ષા નજીક આવતા બાળકોના તથા વાલીઓના બે મુંજવતા પ્રશ્નો હોય છે. વાલીઓનો પ્રશ્ન છે કે બાળકો સારા ટકાએ ઉત્તીર્ણ થાય અને બાળકોને પ્રશ્ન હોય છે, સારા અક્ષર કેમ થાય? અને યાદ કઈ રીતે રાખવું? આ દરેકના પ્રશ્નોનુઅં આમાં સહેજે સમાધાન મળશે. શ્રીજયેશભાઈ, સુરત, અમદાવાદ, મુંબઈ બેંગલોર, વડોદરા વગેરે મોટી સીટીઓમાં નાના બાળકથી માંડીને કોલેજીયન સુધીના વિદ્યાર્થીઓને માત્ર દોઢ જ કલાકમાં તેમના 25 થી 30 ટકા અક્ષરો સારા થઈ જાય, એવું અનેક વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ શીખવાડેલું છે. વળી યાદ રાખવાની અનોખી ટેકનીક પણ તેમને હસ્તગત છે. તેમના માર્ગદર્શન મુજબ ચાલનારા વિદ્યાર્થીઓ 50% રિઝલ્ટ લાવવાના હોય એને 80% સહજમાં મળે છે અને 70/ 75 ટકાવાળાના રીઝલ્ટમાં 90 થી ઉપર સુધી જાય છે. આ અમે અનુભવ્યું છે. માટે આગામી 22 માર્ચ 2026 રવિવાર ઢસા જંકશન પટેલ સમાજની વાડીમાં અક્ષર સુધારણા કાર્યક્રમ તથા આજના મોબાઇલના અમુક દુષણો છે, તેનું મરણ અને ઉત્તમ યાદશક્તિના જાદુ જેવા આ કાર્યક્રમમાં સર્વે વિદ્યાર્થીઓ તથા વડીલોને પધારવા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઢસાના પ્રમુખ સંત શ્રીવિશ્વપ્રકાશ દાસજી સ્વામી તથા અન્ય સર્વે સંતોએ અનુરોધ કરે છે.

 કાર્યક્રમની વિગત

 4 થી 12 ધોરણ ભણતા વિદ્યાર્થીઓ માટે અક્ષર સુધારણા કાર્યક્રમ 22 માર્ચે સવારે 8:30 કલાકે શરૂ થશે. અન્ય લોકોને પણ પોતાના અક્ષર સુધારવાની ઈચ્છા હોય તે આમાં લાભ લઇ શકશે. ત્યારબાદ વાલીઓ, વડીલો, સરપંચશ્રીઓ તથા જાગૃત નાગરિકો માટે કેવી રીતે પોતાનું બાળક યશસ્વી ને તેજસ્વી બને. સ્કીલ પાવર સાથે વીલ પાવરવાળું બને અને આજના ટી.વી. મોબાઈલ વગેરેનો ઉપયોગ સજાકતાથી કેવી રીતે કરવો? અને એની ખોટી ઇફેક્ટથી કેવી રીતે બચવું? વગેરેનો પ્રેક્ટીકલ પ્રોગ્રામ સવારે 11:00 થી 12: 30 સુધી રાખવામાં આવશે.

ત્યારબાદ થોડા ફ્રેશ થઈ હેપી ક્લાસરૂમ વર્કશોપ 1:30 થી શરૂ થશે. તે શિક્ષકો અને તેજસ્વી તારલા સમાન વિદ્યાર્થીઓ માટે ખાસ રાખવામાં આવેલો છે. આ સંપૂર્ણ કાર્યક્રમ નિ:શુલકપણે, જ્ઞાતિ જાતિના ભેદ વિના, સર્વ માટે ખુલ્લો મુકવામાં આવશે.

 આ પ્રોગ્રામમાં ભાગ લેવા ઈચ્છતાં પ્રત્યેક જાગૃત વિદ્યાર્થી તથા વાલીઓ, શ્રેષ્ઠીઓએ નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી નોંધણી કરાવવાની રહેશે, જેથી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે કરી શકાય.

 સહાય માટે સંપર્ક: ૮૧૫૪૦ ૯૬૮૧૭

અહેવાલ જેસિંગ બી માલધારી રાણપુર

AJAY PARMAR
News Creator
based in 91
Followers
0
Total News Views
1,682