ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / પાટણ

સાંતલપુર સરકારી આર્ટસ કોલેજમાં 132 વિદ્યાર્થીઓના થેલેસેમિયા પરીક્ષણ

સાંતલપુર સરકારી આર્ટસ કોલેજમાં 132 વિદ્યાર્થીઓના થેલેસેમિયા પરીક્ષણ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર તાલુકા શાખાના સહકારથી સાંતલપુર સ્થિત સરકારી આર્ટસ કોલેજ ખાતે થેલેસેમિયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 132 વિદ્યાર્થીઓના થેલેસેમિયા પરીક્ષણ કરીને નિદાન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ રાધનપુર તાલુકા શાખાના અધ્યક્ષ ડૉ. નવીનભાઈ ઠક્કર તેમજ હોદ્દેદારો ડૉ. દિનેશભાઈ ઠક્કર, રઘુરામભાઈ ઠક્કર, મહેશભાઈ રાઠોડ અને કાંતિભાઈ નાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કોલેજના પ્રાચાર્ય ડૉ. રાજાભાઈ આહીર તથા પ્રોફેસરશ્રીઓ અને સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સ્ટાફ સભ્યોમાં સુદાભાઈ, પ્રદીપસિંહ, હરેશભાઈ, શૈલેષભાઈ, વ્યાખ્યાતા બહેનો પ્રિયાબેન, ઉષાબેન, આરતીબેન, કલ્પનાબેન અને ગીતાબેનનો સંપૂર્ણ સહયોગ રહ્યો હતો. ઉપરાંત રાજ્ય શાખા તરફથી આવેલા ટેકનિશિયન મિત્રો સંજયભાઈ અને જીગરભાઈએ વિદ્યાર્થીઓના પરીક્ષણ કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કેમ્પનો મુખ્ય હેતુ યુવાનોમાં થેલેસેમિયા અંગે જાગૃતિ લાવવાનો તથા સમયસર નિદાન થકી ભવિષ્યમાં થતી ગંભીર આરોગ્ય સમસ્યાઓથી બચાવવાનો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

રિપોર્ટર : પંકજ સાધુ  પાટણ

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
3,079