ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / પાટણ

હારીજ એસટી વર્કશોપ ખાતે ડ્રાયવર-કંડક્ટરોને માર્ગદર્શન, સેફટી અને સ્વચ્છતા અંગે સૂચનો

હારીજ એસટી વર્કશોપ ખાતે ડ્રાયવર-કંડક્ટરોને માર્ગદર્શન, સેફટી અને સ્વચ્છતા અંગે સૂચનો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મહેસાણા વિભાગના હારીજ ડેપો ખાતે વર્કશોપમાં ડ્રાયવર અને કંડક્ટરો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ફરજ દરમિયાન રોડ સેફટી, મુસાફરોની સુરક્ષા તેમજ બસોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી.

હારીજ ડેપોના મેનેજર જાગૃતિબેન પટેલ દ્વારા ડ્રાયવર અને કંડક્ટરોને સંબોધતા જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરવો નહીં અને તમામ કર્મચારીઓએ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવું જોઈએ. સાથે સાથે એસટી બસોમાં સ્વચ્છતા જાળવવી, મુસાફરો સાથે સૌજન્યપૂર્ણ વર્તન રાખવું અને બસોનું સમયસર મેન્ટેનન્સ થાય તેની પણ ખાસ કાળજી રાખવા સૂચના આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને મુસાફરોને વધુ સારી સેવા આપવા તેમજ અકસ્માતો ટાળવા માટે સાવચેતીપૂર્વક વાહન હંકારવાની સલાહ પણ આપવામાં આવી હતી. એસટી સેવા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે તમામ કર્મચારીઓએ જવાબદારીપૂર્વક ફરજ બજાવવી જોઈએ તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ATI શૈલેષભાઈ, એચએમ અરવિંદભાઈ પરમાર, રોહિતભાઈ ચૌધરી, આર.ટી.ઈ. મુકેશભાઈ રાઠોડ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત ભારતીય મજૂર સંઘના પ્રતિનિધિ ઉપેન્દ્ર દવે, મજૂર મહાજનના પ્રતિનિધિ હિતેષભાઈ રાવલ, કર્મચારી મંડળના યુનિટ મંત્રી દિનેશપુરી ગોસ્વામી, BMS સભ્ય રામકૃષ્ણ વ્યાસ તેમજ એસટી કામદાર પરિવારના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ અંતે કર્મચારીઓને સુરક્ષિત અને શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવી મુસાફરોને ઉત્તમ સેવા આપવા અપીલ કરવામાં આવી હતી.

રિપોર્ટ. પંકજ સાધુ. પાટણ

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
3,083