નિષ્ઠાવાન નેતૃત્વ અને કાર્યકરોનો વિશ્વાસ
દશરથભાઈ બારીઆએ બીજી ટર્મનું સફળ વર્ષ પૂર્ણ કર્યું

મહીસાગર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય અને પાર્ટીના વિશ્વાસુ નેતા નિષ્ઠાવાન પ્રમુખ દશરથભાઈ બારીઆ એ તેમની બીજી વાર પ્રમુખ પદ તરીકેનું પ્રથમ વર્ષ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. સંગઠનમાં વર્ષોથી નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા દશરથભાઈએ પોતાની કાર્યશૈલીથી કાર્યકરોના હૃદયમાં "કાર્યકરોના પ્રમુખ" તરીકે એક વિશેષ અને અડગ સ્થાન બનાવ્યું છે.
દશરથભાઈ બારીઆના નેતૃત્વ હેઠળ મહીસાગર જીલ્લામાં જનસેવાના કાર્યોને વેગ મળ્યો છે. "છેવાડાના માનવીનો ઉદય" એ મંત્રને સાર્થક કરતા તેમણે સરકારી યોજનાઓના લાભો સામાન્ય જનતા સુધી પહોંચાડવામાં સેતુરૂપ ભૂમિકા ભજવી છે. જીલ્લાના વિકાસ કાર્યોમાં પણ તેમનું સતત નિરીક્ષણ અને માર્ગદર્શન રહ્યું છે, જેના કારણે અનેક માળખાગત સુવિધાઓના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે.
એક પાયાના કાર્યકર તરીકે રાજકીય સફર શરૂ કરનાર દશરથભાઈએ હંમેશા સંગઠનને પ્રાધાન્ય આપ્યું છે. કાર્યકરોની સુખ-દુઃખમાં સહભાગી થવાની તેમની આદત અને સરળ સ્વભાવને કારણે સંગઠન વધુ મજબૂત અને એકજૂથ બન્યું છે. તેમની દીર્ઘદ્રષ્ટિને લીધે જીલ્લામાં ભાજપનું માળખું અત્યંત સક્રિય બન્યું છે.
સત્તાના પદ પર હોવા છતાં તેમનો મૃદુ અને સરળ સ્વભાવ સૌ કોઈને આકર્ષે છે. સામાન્ય નાગરિક પણ કોઈપણ ખચકાટ વિના તેમને મળી શકે છે. પ્રજાના પ્રશ્નો સાંભળવા અને તેનો ત્વરિત ઉકેલ લાવવાની તેમની પદ્ધતિએ તેમને લોકપ્રિય પાર્ટીના વિશ્વાસુ નેતા તરીકે પ્રસ્થાપિત કર્યા છે.
આ પ્રસંગે મહીસાગર જીલ્લાના સંગઠનના હોદ્દેદારો અને હજારો કાર્યકરોએ તેમને સમગ્ર ગૃપ સહીત તથા ટેલીફોન અનેક હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આગામી સમયમાં પણ તેમના કુશળ નેતૃત્વમાં જીલ્લો પ્રગતિના નવા શિખરો સર કરે તેવી મંગલ કામનાઓ કરવામાં આવી છે.
*રિપોર્ટર : - અનિકેત જોષી મહીસાગર*