કલોલ
કલોલ ફોટોગ્રાફર્સ એસોસીએશન તરફથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને શુભકામનાઓ

આજ શરૂ થતી ગુજરાતી માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે કલોલમાં અનોખી પહેલ જોવા મળી હતી. પ્રથમવાર બોર્ડ પરીક્ષામાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે
અને તેઓ નિર્ભય બની પરીક્ષા આપે તે હેતુથી કલોલ ફોટોગ્રાફર્સ એસોસિએશન દ્વારા શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો.
.jpeg)
કલોલ શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો બહાર એસોસિએશનના સભ્યો દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અર્પણ કરી “Best of Luck” કહી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ ઝળહળતો જોવા મળ્યો હતો. વાલીઓએ પણ એસોસિએશન ની આ પહેલને સરાહનીય ગણાવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન એસોસિએશનના પ્રમુખ પીયુષભાઈ પટેલે જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓ રાષ્ટ્રનું ભવિષ્ય છે. પરીક્ષાનો તણાવ ઘટાડવા અને તેમને હિંમત આપવા માટે આ નાનકડી કોશિશ કરવામાં આવી છે.”
કાર્યક્રમમાં મંત્રી વિનોદભાઈ ગજ્જર, ખજાનચી ધરમભાઈ પંચાલ, કમિટી સભ્ય જિગરભાઈ પટેલ, અમિતભાઈ ઠાકોર તેમજ સભ્યો અમિતભાઈ રાઠોડ અને રાજુભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
એસોસિએશન પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો કે —ડર્યા વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો.મહેનત પર વિશ્વાસ રાખો.
ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરો.
.jpeg)
કલોલ શહેરમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જાય અને વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે આગળ વધે તે માટે આવી પહેલો પ્રેરણાદાયી બની રહી છે.
અંતમાં તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા સંસ્થાએ તેમની સફળતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી.
લક્ષ ન્યુઝ - સંજય નાયક