કલોલ
કલોલ ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર ભ્રષ્ટાચાર નિયંત્રણ બ્યુરો દ્વારા ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા

કલોલ શહેરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર ભ્રષ્ટાચાર નિયંત્રણ બ્યુરો દ્વારા બોર્ડ પરીક્ષા આપનાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે અને નિર્ભય બની શ્રેષ્ઠ પ્રદર્શન કરે તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી સાથે બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને મહેનત, એકાગ્રતા અને સકારાત્મક વિચારો સાથે પરીક્ષા આપવાની સલાહ આપી હતી. સાથે જ નકલમુક્ત અને નિષ્પક્ષ પરીક્ષા આપવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે બ્યુરોના ગુજરાત અધ્યક્ષ રજનીકાંત પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “જીવનમાં સફળતા માટે શિક્ષણ સૌથી મોટું શસ્ત્ર છે. મહેનત અને ઈમાનદારીથી મેળવેલ સફળતા જ સચોટ સફળતા છે.”
નેશનલ વોઈસ પ્રેસિડન્ટ નેહાબેન પટેલે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરિત કર્યા હતા.
.jpeg)
ગુજરાત વાઇસ પ્રેસિડેન્ટ મહેશ ગઢવીએ વિદ્યાર્થીઓને સમયનું યોગ્ય આયોજન કરી ઉત્તમ પરિણામ લાવવાની શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે અતુલ પટેલ રાષ્ટ્રીય માનવાધિકાર અને ભ્રષ્ટાચાર નિયંત્રણ બ્યુરોનાનેશનલ મેમ્બરસીપ ઇન્ચાર્જસહ
કાર્યક્રમમાં સંસ્થાના અન્ય હોદેદારો તથા મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ પણ આ પહેલ બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે બોર્ડ પરીક્ષા પૂર્વે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમો યોજાતા રહે છે, જે વિદ્યાર્થીઓમાં સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
લક્ષ ન્યુઝ - સંજય નાયક