કલોલ
KMB શાળામાં વાર્ષિકોત્સવ નિમિત્તે ભવ્ય વિજ્ઞાન મેળો અને ફન ફેર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનોખું આયોજન કરવામાં આવ્યું.

કલોલ શહેરમાં આવેલી KMB શાળામાં શૈક્ષણિક વર્ષ 2026ના વાર્ષિકોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય વિજ્ઞાન મેળા તથા ફન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના પ્રયોગો નિહાળ્યા હતા.
.jpeg)
વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ભરતભાઈ સોલંકી (ઉપ-પ્રમુખ, ગુજરાત પ્રદેશ ભાજપ) તથા મુકેશભાઈ વાઘેલા (સભ્ય, આરસોડિયા ગ્રામ પંચાયત)ના હસ્તે કરવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરી તેમની પ્રશંસા કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળાના ટ્રસ્ટીશ્રી ચંદ્રિકાબેન બારોટ, મૌલિકભાઈ બારોટ અને સ્વાતિબેન બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને નવીન મોડલ્સ રજૂ કરી પોતાની પ્રતિભા દર્શાવી હતી.

વિશેષ આકર્ષણરૂપે સાયબર સિક્યુરિટી વિષયક જાગૃતિ પ્રોજેક્ટ અને ઇ-કોમર્સ વિષય પર આધારિત પ્રદર્શન લોકપ્રિય બન્યું હતું. વિદ્યાર્થીઓએ ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા કેવી રીતે મહત્વપૂર્ણ છે તેમજ ઓનલાઇન વેપાર વ્યવસ્થાની પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતવાર સમજ આપી હતી.
આ વિજ્ઞાન મેળાનો લાભ રેલવે પાછળ આવેલી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તથા રેલવે પૂર્વ વિસ્તારની જનતાએ લીધો હતો. ફન ફેર અંતર્ગત વિવિધ શૈક્ષણિક રમતો, ક્રિયેટિવ સ્ટોલ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેને વાલીઓ અને બાળકો દ્વારા ખૂબ સરાહના મળી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે અંગ્રેજી પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ ધારાબેન બારોટ, ગુજરાતી પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ જ્યોતિકાબેન રાવલ તથા માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ ગમનભાઈ રબારી સાથે તમામ શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીઓએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
શાળાના સંચાલક મંડળે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સંશોધનપ્રવૃત્તિ અને પ્રસ્તુતિ કૌશલ્ય વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના શૈક્ષણિક અને સર્જનાત્મક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે.

લક્ષ ન્યુઝ – સંજય નાયક
ન્યુઝ ની તમામ અપડેટ જોવા માટે અમારી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો લિંક નીચે આપેલી છે.
https://youtube.com/@lakshnewskalol?si=zPMOPylSol47PzZ_