કલોલ સિંધી સમાજ અને PSM હોસ્પિટલ દ્વારા ઝુલેલાલ મંદિરે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ

ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં સેવાભાવી પ્રવૃત્તિ અંતર્ગત સિંધી સમાજ દ્વારા ઝુલેલાલ મંદિરે વિશાળ નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન PSM હોસ્પિટલ અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજ ના સહયોગથી કરવામાં આવ્યું હતું.
કેમ્પ દરમિયાન શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. વિવિધ વિભાગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ કરી જરૂરી માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી હતી.
.jpeg)
કેમ્પમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક સારવાર સાથે આંખોની વિશેષ તપાસ, નિઃશુલ્ક ચશ્મા વિતરણ, આંખ-કાન-ગળાની તપાસ (ENT), ફિઝિયોથેરાપી સેવા તેમજ સામાન્ય તબીબી તપાસ કરવામાં આવી હતી. તમામ દર્દીઓને જરૂરી દવાઓનું પણ મફત વિતરણ કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં સિંધી સમાજના પ્રમુખ મોહનભાઈ પૂર્ષનાણી, ઉપપ્રમુખ હરેશભાઈ પંજવાણી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તબીબી ટીમમાં પ્રોફેસર કોમ્યુનિટી મેડિસિન ડો. મોહનીશ ટુંડિયા, તબીબી સામાજિક કાર્યકર વિજય રત્નોત્તર, આરોગ્ય શિક્ષક મયુરીબેન તેમજ PSM હોસ્પિટલના તબીબી અને પેરામેડિકલ સ્ટાફે સેવાભાવથી ફરજ બજાવી કેમ્પને સફળ બનાવ્યો હતો.

સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.
લક્ષ ન્યુઝ – સંજય નાયક
ન્યુઝ ની તમામ અપડેટ જોવા માટે અમારી youtube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો લિંક નીચે આપેલી છે.
https://youtube.com/@lakshnewskalol?si=zPMOPylSol47PzZ_