ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

કલોલ તાલુકા પોલીસની ઝડપી કામગીરી

કલોલ તાલુકા પોલીસની ઝડપી કામગીરી
મારૂતી જ્વેલર્સમાંથી સોનાની ચોરી કરનાર મહિલા ગેંગ ગણતરીના કલાકોમાં ઝડપી, રૂ. 60,000નો મુદ્દામાલ રીકવર
ગાંધીનગર: કલોલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોજે-છત્રાલ ગામ ખાતે મારૂતી જ્વેલર્સ નામની દુકાનમાંથી સોનાના દાગીના ચોરી કરતી મહિલા ગેંગને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગુનાના કામે રૂ. 60,000 જેટલો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
મિલકત સંબંધી ગુનાઓ પર નિયંત્રણ માટે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા સખત સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ગત તા. 31/01/2026ના રોજ છત્રાલ ગામે આવેલી મારૂતી જ્વેલર્સમાં ચાર અજાણી મહિલાઓ સોના-ચાંદીના દાગીના ખરીદવાના બહાને દુકાનમાં આવી હતી. દરમિયાન ફરીયાદીની નજર ચુકવી આશરે 4 ગ્રામ વજનની સોનાની ચૂની (નંગ 20) કી.રૂ. 60,000/-ની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ અંગે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11216022260111/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303(2), 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચાર મહિલાઓ અંબિકાનગરથી શારદા સર્કલ રોડ પર સોના-ચાંદીના દાગીના વેચવા ફરી રહી છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર કોર્ડન ગોઠવી મહિલાઓને ઝડપી પાડી હતી. તેમની અંગજડતી દરમિયાન સોનાની ચૂનીઓ નંગ 20 મળી આવી હતી. પુછપરછ દરમિયાન આરોપણબાઇઓએ છત્રાલ ગામે જ્વેલર્સ દુકાનમાંથી ચોરી કર્યાનું કબૂલ્યું હતું.

પકડાયેલ આરોપીઓના નામ:
જ્યોત્સનાબેન વિજયભાઈ રમણભાઈ દેવીપુજક (ઉ.વ. 40)
ગૌરીબેન કીરણભાઈ મફાભાઈ દેવીપુજક (ઉ.વ. 23)
ગીતાબેન કીશનભાઈ નાથાભાઈ દેવીપુજક (ઉ.વ. 30)
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરી
કબ્જે કરેલ મુદ્દામાલ:
સોનાની ચૂની નંગ 20, કી.રૂ. 60,000/-

કાર્યવાહી કરનાર ટીમ:
આર.આર. પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર
ડી.બી. ઝાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
પ્રકાશભાઈ કુબેરભાઈ, અ.હે.કો.
વાલજીભાઈ દેવરાજભાઈ, અ.પો.કો.
યુવરાજસિંહ શંકરસિંહ, અ.પો.કો.
જયદીપસિંહ ઘનશ્યામસિંહ, આ.પો.કો.
બળદેવભાઈ રઘુનાથભાઈ, આ.પો.કો.

નથ્થુભાઈ સામતભાઈ,આ.પો.કો

કલોલ તાલુકા પોલીસે ઝડપી અને પ્રશંસનીય કામગીરી દ્વારા ગુનાનો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લક્ષ ન્યુઝ - કલોલ 

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,754