ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ધર્મ દર્શન / બોટાદ

રાણપુર ખાદી ગ્રામ ઉદ્યોગ ભંડાર ખાતે હિન્દુ મંડળ દ્વારા ભવ્ય સંમેલન યોજાયું

હિન્દૂ સંમેલન સમિતિ રાણપુર મંડલ દ્વારા હિન્દૂ ધર્મ, સંસ્કૃતિ અને એકતાને લઈને સંમેલન યોજાયું.

બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે હિન્દુ સંમેલન સમિતિ રાણપુર મંડલ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન ખાદી ભંડારના હોલમાં રાણપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન ઉપર લઈ જવા માટે એકતા અને સામાજિક ઊન્નતિના વિચારો સાથે આયોજન કરવામાં આવેલું હતું. આ સંમેલનમાં ઋતુ મહારાજ હનુમાનપુરી રાણપુર, સંજય ગીરી મહારાજ કપિલેશ્વર મહાદેવ, રાધેશ્યામભાઈ ધારપીપળા અને દિલીપભાઈ ઠાકર અંબાજી મંદિર કિનારાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જેમાં દરેક સંતનું સમિતિ દ્વારા ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલું હતું. કાર્યક્રમના મુખ્ય વક્તા સૌરાષ્ટ્ર પ્રાંત સામાજિક સમરસતા સહ સંયોજક મહેન્દ્રભાઈ પ્રજાપતિએ હિંદુ ધર્મ હિંદુ સંસ્કૃતિ અને પંચ પરિવર્તની વાત કરી હતી જેમાં કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય મુખ્ય વિષય હતા. ચરાચર સૃષ્ટિની પૂજા, નદી વૃક્ષમાં માતા સમાન માનવાની ભાવના હિંદુ સંસ્કૃતિની વિશિષ્ટતા છે ઋતુબાપુએ જણાવ્યું હતું કે હિન્દુ સમાજે એક જૂથ બનીને રહેવું પડશે અને સનાતન ધર્મની રક્ષા કરવી પડશે સંમેલનના અધ્યક્ષ ગોવિંદભાઈ ડાભી એ કાર્યક્રમની માહિતી આપીને સહયોગ બદલ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં હિરલ ખાણીયા દ્વારા હિન્દુ ધર્મ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ ઉપરાંત માતૃશક્તિની બહેનો દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો અંતમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા જેમકે ગૌ નંદી સેવા ગ્રુપ માનવપથ સેવા ગ્રુપ, બાપા સીતારામ મઢુલી ધારપીપળા, વિહળ મંડળ, અખંડ આનંદ, રાણપુર મુક્તિધામ, ભુતનાથ મહાદેવ ભજન મંડળ એ સિવાય વ્યક્તિગત સેવા કરતા વ્યક્તિઓ અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું આ સંમેલન સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અંતમાં ભારત માતાની આરતી કરવામાં આવી હતી.

રિપોર્ટર  - અજય પરમાર રાણપુર

AJAY PARMAR
News Creator
based in 91
Followers
0
Total News Views
678