
કલોલ
મહાશિવરાત્રી નિમિત્તે પંચવટીમાં ભવ્ય પાલખી યાત્રા અને 108 દીવાની મહાઆરતી
પંચવટી વિસ્તાર ખાતે આવેલ શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે ધાર્મિક ઉમંગનો માહોલ
કલોલના પંચવટી વિસ્તારમાં મહાશિવરાત્રીના પાવન અવસર પર શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તાર ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો.
.jpeg)
મહાશિવરાત્રી નિમિત્તે સવારે 7:30 વાગ્યે મંદિર પ્રાંગણમાંથી ભવ્ય પાલખી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું. પાલખી યાત્રા પંચવટી વિસ્તારની વિવિધ સોસાયટીઓ અને વિસ્તારોમાં ફરતી રહી. યાત્રા દરમિયાન નિલકંઠ પ્લાઝા, સંત બંગ્લોઝ, હરીઓમ ફ્લેટ, અરમાન ફ્લેટ, શ્રીફળ સોસાયટી, ન્યુ અંબિકા, શુભાંગન બંગ્લોઝ, રામવાડી, સર્જન બંગ્લોઝ, ખોડિયાર વિસ્તાર, મહર્ષિ સોસાયટી, સનસીટી, અક્ષર પાર્ક, ગોકુલધામ, શિવકૃપા ચાર રસ્તા, માનવ મંદિર, હનુમાન ચાર રસ્તા, ભીમનાથ, શ્રીજી કૃપા અને સહયોગ સોસાયટી સહિત અનેક વિસ્તારોમાં ભક્તોને દર્શન અને આરતીનો લાભ મળ્યો.
બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં ધજા ચઢાવવાની વિધિ યોજાઈ હતી. યાત્રા દરમિયાન બપોરે 12:45 થી 1:30 સુધી જોયફુલ સ્કૂલ ખાતે ફળાહાર પ્રસાદનું આયોજન કરી વિરામ આપવામાં આવ્યો હતો.

સાંજે 5:30 વાગ્યે શિવ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને સાંજે 6:30 વાગ્યે 108 દીવાની ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધાર્મિક લાભ લીધો.
પાલખી યાત્રા માર્ગમાં આવતી તમામ સોસાયટીઓમાં સામૂહિક આરતી માટે પાલખીને રોકવામાં આવી હતી, જેના કારણે દરેક વિસ્તારના ભક્તોને દર્શનનો અવસર પ્રાપ્ત થયો.
મહાશિવરાત્રીના આ પાવન દિવસે પંચવટી વિસ્તારમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

લક્ષ ન્યુઝ – સંજય નાયક
M.8153008881