
ભીલડી વિસ્તારના આજુબાજુના ગામોમાં સતત ચાર દિવસથી વરસાદ
ભીલડી વિસ્તાર તેમજ આસપાસના ગામોમાં છેલ્લા સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો ઉભા પાકને ભારે નુકસાન થઈ શકે છે. હાલમાં અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે અને ખેડૂતો ચિંતિત બન્યા છે.
રિપોર્ટ: વિક્રમસિંહ રાઠોડ, ભીલડી