ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

દહેગામના નાંદોલ ગામે ગ્રામજનોની સુવિધા અર્થે વહીવટી તંત્રની ત્વરિત કામગીરી: પમ્પ મૂકી પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

દહેગામના નાંદોલ ગામે ગ્રામજનોની સુવિધા અર્થે વહીવટી તંત્રની ત્વરિત કામગીરી: પમ્પ મૂકી પાણી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ


દહેગામ તાલુકાના નાંદોલ ગામ ખાતે પાણી ભરાવાની સમસ્યાને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા તાબડતોબ હાઈ-કેપેસિટી પમ્પ મૂકીને પાણી બહાર કાઢવાની સઘન કામગીરી શરુ કરી દેવામાં આવી છે

 

ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ દહેગામ તાલુકા વહીવટી તંત્ર તથા સંબંધિત વિભાગના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી,પાણીના સૂરુચિપૂર્ણ નિકાલ માટે પમ્પિંગ મશીનરી ગોઠવીને ઝડપથી સ્થિતિ સામાન્ય બનાવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.સાથે જ પાણીનો નિકાલ પૂર્ણ ન થાય ત્યાં સુધી કામગીરી સતત ચાલુ રહેશે, જેથી ગ્રામજનોને સુરક્ષા અને સુવિધા મળી રહે.

ઉપરાંત તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગાંધીનગર જિલ્લાના દરેક તાલુકા પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે અને સ્થિતિ નો તાગ મેળવવામાં આવી રહ્યું છે ‌. જેથી જરૂર જણાય ત્યાં તુરંત મદદ પહોંચાડી શકાય. 

 

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
9,272