ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

ગાંધીનગર જિલ્લામાં મોબાઇલ, સીમકાર્ડ વિક્રેતાઓ અને STD/PCO ધારકો માટે આદેશો જારી

ગાંધીનગર જિલ્લામાં મોબાઇલ, સીમકાર્ડ વિક્રેતાઓ અને STD/PCO ધારકો માટે આદેશો જારી

રાજ્યમાં બનતા ગુનાઓમાં ગુનેગારો અને અસામાજિક તત્વો દ્વારા બોગસ દસ્તાવેજોના આધારે મેળવેલા મોબાઇલ સીમકાર્ડનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવ્યું છે. સીમકાર્ડ ખરીદ કે વેચાણ વખતે યોગ્ય નીતિનું પાલન ન થવાને કારણે રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો થાય છે. આ ઉપરાંત એસ.ટી.ડી./પી.સી.ઓ. (STD/PCO) પરથી નકલી કોલ દ્વારા ધમકી આપવાના, ખંડણી માંગવાના અને મહિલાઓની પજવણીના કિસ્સાઓ અટકાવવા માટે ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.એસ. પ્રજાપતિ દ્વારા સમગ્ર ગાંધીનગર જિલ્લામાં સીમકાર્ડ વિક્રેતાઓ અને STD/PCO સંચાલકો માટે આદેશો જારી કરવામાં આવ્યા છે.

જે અનુસાર મોબાઇલ સીમકાર્ડના નંબરોનું રજીસ્ટર એરિયાવાઇઝ ડિસ્ટ્રીબ્યુટરો અને જથ્થાબંધ વેપારીઓએ ફરજિયાત નિભાવવું પડશે. રીટેલરોએ પણ કઈ વ્યક્તિને સીમકાર્ડ વેચવામાં આવ્યું છે અને કયા દસ્તાવેજો લેવામાં આવ્યા છે તેની વિગતવાર નોંધ રજીસ્ટરમાં રાખવાની રહેશે. મોબાઇલ કંપનીઓએ તેમના ડિસ્ટ્રીબ્યુટરો અને રીટેલરોની યાદી કંપની કોડ સાથે નજીકના પોલીસ સ્ટેશન અને પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ મોકલવાની રહેશે.
 સીમકાર્ડ ખરીદનારના ફોટો આઈ.ડી. અને પાસપોર્ટ સાઇઝના ફોટાની પ્રાથમિક ચકાસણી કરવાની સંપૂર્ણ જવાબદારી રીટેલરની રહેશે. દસ્તાવેજોની ખરાઈ કરનાર ખાનગી એજન્સીઓની માહિતી પણ સ્થાનિક પોલીસને આપવી પડશે. સીમકાર્ડનું વેચાણ કોઈપણ ફેરીયા કે પાનના ગલ્લાવાળા કરી શકશે નહીં. આ વેચાણ માત્ર નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં 'શોપ એક્ટ' હેઠળ નોંધાયેલ લાયસન્સ ધારકો જ કરી શકશે.
 મોબાઇલ કંપનીઓએ ગ્રાહકના દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ સીમકાર્ડ એક્ટિવ કરવાનું રહેશે. જૂના કે વપરાયેલા મોબાઇલ ફોન ખરીદતી કે વેચતી વખતે વેપારીએ ગ્રાહકના IMEI નંબર અને આઇ.ડી. પ્રૂફની વિગતો સાથેનું રજીસ્ટર અલગથી નિભાવવું પડશે.

 ટેલિફોન અને કોઈન બોક્સ સંચાલકની નજર સામે જ રાખવાના રહેશે, જેથી ગ્રાહકની ઓળખ થઈ શકે અને તેની વર્તણૂક પર ધ્યાન રાખી શકાય. દરેક STD/PCO અને કોઈન બોક્સ ટેલિફોન પર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. તમામ એસ.ટી.ડી./પી.સી.ઓ. ધારકોએ કોલરની આઈડેન્ટિટી ચકાસવા માટે કોલ ડિટેઇલ અને નામ-સરનામાની માહિતીનું રજીસ્ટર ફરજિયાત નિભાવવાનું રહેશે. આ હુકમ તા. ૧૨/૦૯/૨૦૨૬  સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર રહેશે.

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
9,270