કલોલ તાલુકાના છત્રાલ ગામના રાવળવાસ વિસ્તારમાં બે જર્જરિત મકાનો ધરાશાયી

કલોલ: કલોલ તાલુકાના છત્રાલ ગામના રાવળવાસ વિસ્તારમાં બે જર્જરિત મકાનો અચાનક ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયત સદસ્ય મનુભાઈ એન. સોલંકી, કલોલ
.jpeg)
તાલુકા પંચાયત સદસ્ય જતીનભાઈ નાડિયા, બિપિનભાઈ પટેલ તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ સંબંધિત જવાબદાર અધિકારીઓને કરવામાં આવતા તલાટીશ્રી સ્થળ પર પહોંચી ધરાશાયી થયેલા મકાનોનું પંચનામું તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને મકાનોમાં રહેતા પરિવારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ કોન્ટ્રાક્ટરને બોલાવી જોખમી અવશેષો દૂર કરવાની તેમજ જરૂરી સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
સ્થાનિક આગેવાનો અને વહીવટી તંત્રએ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય અને સુરક્ષાની ખાતરી આપી હતી.