ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

ચાલુ વરસાદી આફત અને તે પછી આરોગ્ય સુરક્ષા: 'સતર્કતા એ જ સાચી સલામતી

ચાલુ વરસાદી આફત અને તે પછી આરોગ્ય સુરક્ષા: 'સતર્કતા એ જ સાચી સલામતીયાદ રાખો ભારે વરસાદ પછીનો સમય ધૈર્ય અને સાવધાની રાખવાનો છે

સ્થાનિક તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરો કારણકે સતર્કતા એ જ સાચી સુરક્ષા

ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિમાં તથા પાણી ઓસરી ગયા પછીના દિવસો આરોગ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી પરિસ્થિતિમાં જળજન્ય એટલે કે પાણીથી ફેલાતા અને વાહકજન્ય એટલે કે મચ્છરથી ફેલાતા રોગચાળાનો ભય રહે છે. નાગરિકોની નાની પણ સતર્કતા મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે.

રોગચાળાથી બચવા અને સુરક્ષિત રહેવા માટે નાગરિકોએ અનુસરવાના મહત્વપૂર્ણ સાવચેતીના પગલાં
​૧. પીવાના પાણી અને ખોરાક અંગેની સાવચેતી
​પાણી ભરાવાના કારણે પીવાના પાણીની લાઈનોમાં પ્રદૂષિત પાણી ભળી જવાની પૂરી શક્યતા રહે છે. તેથી,​પાણી ઉકાળીને પીવું, પીવાના પાણીને ઓછામાં ઓછું ૧૫ થી ૨૦ મિનિત સુધી બરાબર ઉકાળીને જ પીવું. શક્ય હોય તો ક્લોરીનની ટીકડી કે મેડિકલ સ્ટોરમાંથી મળતું ક્લોરીનેશન દ્રાવણ વાપરવું.​વાસી કે પલળેલો ખોરાક ન ખાવો, વરસાદી પાણીના સંપર્કમાં આવેલી કોઈ પણ ખાદ્ય સામગ્રી કે શાકભાજીનો ઉપયોગ ન કરવો,હ તથા હંમેશા ઢાંકેલો, તાજો અને ગરમ ખોરાક જ ખાવો. બહારનો કે ખુલ્લો ખોરાક ખાવાનું સંપૂર્ણપણે ટાળવું.

​૨. પાણી ઓસરી ગયા પછી ઘર અને આસપાસની સફાઈ
​પાણી ઉતરી ગયા પછી રોગચાળો ફેલાવવાનો સૌથી વધુ ખતરો હોય છે.​ઘરમાંથી કાદવ-કચરો સાફ કર્યા પછી બ્લીચિંગ પાવડર અથવા ફિનાઈલનો ઉપયોગ કરીને ફ્લોરિંગ અને દીવાલોને બરાબર જંતુમુક્ત કરવી. અંડરગ્રાઉન્ડ અને ધાબા પરની પાણીની ટાંકીઓ ખાલી કરી, સાબુ અને ક્લોરીનથી બરાબર સાફ કર્યા પછી જ નવું પાણી ભરવું.પૂરના પાણીમાં પલળી ગયેલા ગાદલાં કે કાગળનો યોગ્ય નિકાલ કરવો, કારણ કે તેમાં ફૂગ અને બેક્ટેરિયા ઝડપથી જન્મે છે.

​૩. મચ્છર અને વાહકજન્ય રોગોથી બચાવ (ડેંગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા)
​પાણી ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ ઝડપથી વધે છે.માટે ઘરની આસપાસ, કૂલર, ટાયર, પક્ષીઓના કુંડા કે તૂટેલા વાસણોમાં વરસાદી પાણી જમા ન રહેવા દેવું.રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો. મચ્છર ભગાડવાની ક્રીમ કે લિક્વિડ વાપરવું.ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને આખી બાંયના કપડાં પહેરાવવા જેથી મચ્છરના કરડવાથી બચી શકા

૪. વ્યક્તિગત સ્વચ્છતા અને સુરક્ષા (લેપ્ટોસ્પાયરોસિસથી બચાવ)
​દૂષિત પાણી અને કાદવમાં ચાલવાથી લેપ્ટોસ્પાયરોસિસ અને ચામડીના રોગો થઈ શકે છે.જો કાદવ કે ભરાયેલા પાણીમાં જવું પડે તો ગમબૂટ અથવા પ્લાસ્ટિકના કવર પહેરવા. બહારથી આવ્યા પછી હાથ અને પગ સાબુ તથા સ્વચ્છ પાણીથી બરાબર ધોવા.શરીર પર જો કોઈ વાગેલું હોય તો તેને દૂષિત પાણીના સંપર્કમાં ન આવવા દેવું અને તરત જ એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવવી.

​૫. લક્ષણો દેખાય તો તુરંત શું કરવું?
​જો પરિવારમાં કોઈને તાવ, ઉલટી, ઝાડા, સ્નાયુઓમાં અસહ્ય દુખાવો કે ચામડી પર ફોલ્લીઓ જેવા લક્ષણો દેખાય તો ઘરેલુ ઉપચાર કરવાને બદલે તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો.
​આરોગ્ય વિભાગ દ્વારા વહેંચવામાં આવતી ઓ.આર.એસ ની થેલીઓ અને હેલ્થ કિટનો જરૂર જણાયે ઉપયોગ કર

ચાલુ વરસાદે રાખવાની તકેદારી અને સુરક્ષા
 ખુલ્લા વીજ વાયર, વીજના થાંભલા કે ડીપીથી દૂર રહેવું. ઘરમાં પાણી ભરાય તો તરત જ મેઇન સ્વિચ બંધ કરી દેવી.
વરસાદમાં ભીંજાયા પછી તરત જ શરીર લૂછીને કોરાં કપડાં પહેરી લેવા જેથી શરદી, ઉધરસ અને ન્યુમોનિયાથી બચી શકાય.
ભરાયેલા કે વહેતા પાણીમાં ચાલવાનું કે વાહન ચલાવવાનું જોખમ ન લેવું. ખુલ્લી ગટર કે ખાડાથી બચવું.ચાલુ વરસાદમાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સાદો નવશેકો ઉકાળેલો ખોરાક અને ગરમ પાણી જ લેવું.

​યાદ રાખો ભારે વરસાદ પછીનો સમય ધૈર્ય અને સાવધાની રાખવાનો છે. અફવાઓથી દૂર રહો અને સ્થાનિક તંત્ર તથા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરો. સતર્કતા એ જ સાચી સુરક્ષા છે.