ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા ચિલોડા ખાતે 'આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ' સંપન્ન

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.જે પટેલના માર્ગદર્શન હેઠળ અને નિયામકશ્રી, આયુષ અંતર્ગત આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, ગાંધીનગર દ્વારા તા.૧૩ ફેબ્રુઆરીના રોજ સરકારી હોમિયોપેથી દવાખાનું, ચિલોડા ખાતે ભવ્ય 'આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેગા કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાતો દ્વારા કુલ ૭૮૭ દર્દીઓની તપાસ અને સારવાર કરવામાં આવી હતી.
જેમાં જનરલ આયુર્વેદ ઓપીડીના- ૨૩૬,જનરલ હોમિયોપેથી ઓપીડી-૧૭૮,લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરના- ૧૦૨,બાળ રોગ- ૯૩,મર્મ ચિકિત્સા ૮૭,ત્વચાના રોગો ૪૮,ગર્ભ સંસ્કાર અને સ્ત્રી રોગ ૪૩,
આ ઉપરાંત, આરોગ્ય જાળવણી માટે અન્ય પ્રવૃત્તિઓનો પણ બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત પ્રકૃતિ પરીક્ષણનો લાભ ૨૦૬ વ્યક્તિઓ તથા યોગ શિબિરમાં ૭૩૬એ ભાગ લીધો હતો.
આ કેમ્પ દ્વારા ગ્રામીણ જનતાને આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિથી વિનામૂલ્યે સચોટ સારવાર પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન જયેશભાઈ પટેલ,પ્રમુખશ્રી, તાલુકા પંચાયત શ્રી મહોબતસિંહ ઠાકોર,સદસ્યશ્રી, તાલુકા પંચાયત શ્રીમતી વર્ષાબેન પટેલ ,જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, ગાંધીનગર વૈદ્ય મમતાબેન દેસાઈ,અગ્રણી શ્રી લલિતસિંહ ઠાકોર સહિત ચિલોડાના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ સામાજિક અગ્રણી અને પત્રકાર શ્રી નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

લક્ષ ન્યુઝ – સંજય નાયક
M.8153008881