

રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ઈદ અને રામ નવમીને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ
બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે આગામી દિવસોમાં ઉજવાતા તહેવારો જેમ કે ઈદ અને રામ નવમીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ તંત્ર દ્વારા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જરૂરી માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા.
બેઠકમાં પોલીસ અધિકારીઓએ તમામ સમાજના આગેવાનોને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવવા અપીલ કરી હતી. સાથે સાથે કોઈપણ અફવા પર વિશ્વાસ ન રાખવા અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપવામાં આવી હતી.
આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો, વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા અને સૌએ મળીને શાંતિ અને એકતા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પોલીસ દ્વારા તહેવારો દરમિયાન વધારાની પેટ્રોલિંગ, સુરક્ષા વ્યવસ્થા અને સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ નજર રાખવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી
રિપોર્ટર અજય પરમાર રાણપુર