ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / ગાંધીનગર

કલોલ તાલુકાના સાંતેજ ગામે તાલુકા કક્ષાનો બીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

કલોલ 

કલોલ તાલુકાના સાંતેજ ગામે તાલુકા કક્ષાનો બીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

કલોલ તાલુકાના સાંતેજ ગામ ખાતે તાલુકા કક્ષાનો બીજા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ સાંતેજ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળે સરળતાથી મળી રહે તે હેતુથી આ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત તાલુકા વિકાસ અધિકારી કલ્પેશસિંહ ચાવડા, સાંતેજ ગ્રામ પંચાયતના સરપંચ સનીભાઈ શાહ, રામાજી ઠાકોર, જયેન્દ્ર કોઠારી તેમજ અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ સાંતેજ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા આ સેવાસેતુ કાર્યક્રમમાં સાંતેજ ગામ સાથે આજુબાજુના હાજીપુર, ખાત્રજ, વાયણા, અઢાણા, કારોલી, રકનપુર, રણછોડપુરા, જેઠલજ, નાસ્મેદ, વડસર, પલોડીયા, નાદોલી, વાસજડા, ભોયણ મોટી, રામનગર, ઉનાલી, રાચરડા, મુલસાણા તેમજ સનાવડ સહિત કુલ ૨૧ ગામોના લોકોએ હાજરી આપી સરકારી યોજનાઓનો લાભ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન તમામ ગામોના તલાટી કમ મંત્રીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહી અરજદારોને ફોર્મ ભરવામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જરૂરી દસ્તાવેજોની તપાસ કરીને સ્થળ પર જ વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સેવાસેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, રહેઠાણ પ્રમાણપત્ર, જન્મ અને મૃત્યુ દાખલા, આયુષ્માન કાર્ડ નોંધણી, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, દિવ્યાંગ સહાય, પ્રધાનમંત્રી આવાસ યોજના, ખેડૂત સહાય યોજનાઓ સહિતની વિવિધ સેવાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી.

આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મફત આરોગ્ય તપાસ, દવાઓનું વિતરણ અને આરોગ્ય કાર્ડ સંબંધિત માહિતી પણ આપવામાં આવી હતી. બેંક અને નાણાકીય સેવાઓ હેઠળ પેન્શન ખાતાની કાર્યવાહી સહિત વિવિધ કામગીરી સ્થળ પર જ પૂર્ણ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા અરજદારોની સમસ્યાઓ સાંભળી તાત્કાલિક ઉકેલ લાવવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેથી લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે.

આ સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવવા સાંતેજ ગામના તલાટી આશિષભાઈ દેસાઈ અને પ્રિયંકભાઈ ઠક્કર દ્વારા વિશેષ મહેનત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો.

 

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,750