
પીજીવીસીએલ દ્વારા નાઈટ કલેક્શન ડ્રાઈવ, રાણપુર અને દેવળિયા ગામે બાકી બિલની ઉઘરાણી
હાલ ચાલતા માર્ચ મહિનાના અંતિમ દિવસોને ધ્યાનમાં રાખીને પીજીવીસીએલ કચેરી દ્વારા બાકીદાર ગ્રાહકો પાસેથી વીજબીલની ઉઘરાણી માટે નાઈટ કલેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ દેવળિયા ગામે ગ્રાહકો પાસેથી બાકી રહેલા વીજબીલોની ઉઘરાણી કરવામાં આવી હતી.
આ ડ્રાઈવ બોટાદ જિલ્લાના પીજીવીસીએલના અધિક્ષક કેડી નિનામા સાહેબ તેમજ નાયબ કાર્યપાલક એન્જિનિયર પી.જી. કણજરીયાના માર્ગદર્શન અને સૂચના મુજબ યોજાઈ હતી.
રાણપુર પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર રત્ના ચૌધરી તથા તેમના સ્ટાફ દ્વારા રાત્રિના સમયે ગ્રાહકોને સંપર્ક કરી બાકી બિલ ભરપાઈ કરવા માટે સમજાવી ઉઘરાણી કરવામાં આવી હતી.
પીજીવીસીએલ તંત્ર દ્વારા ગ્રાહકોને સમયસર વીજબીલ ભરવા અપીલ કરવામાં આવી છે, જેથી આવી કાર્યવાહીથી બચી શકાય.
રિપોર્ટર અજય પરમાર રાણપુર
