

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં બ્રિજનું લોકાર્પણ અને રોડનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી
ઉમરાળા ગામ ખાતે અંદાજે રૂ. ૩૫૦ લાખના ખર્ચે નિર્મિત બ્રિજનું લોકાર્પણ: ઉમરાળાથી ગઢીયા ગામ સુધી રૂ.૪૩૦ લાખના ખર્ચે તૈયાર થનાર નોન પ્લાન રોડનું ખાતમુહૂર્ત કરાયું
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રજાને માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા તત્પર રહે છે. જેના અનુસંધાને બોટાદ જિલ્લા ખાતે પ્રજાજોગ કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં બોટાદ જિલ્લા પંચાયત હસ્તક માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ અને વિવિધ રોડના વિકાસલક્ષી કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે.
ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીના હસ્તે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ ખાતે અંદાજે રૂ.૩૫૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજના લોકાર્પણથી ગ્રામજનોને પરિવહન માટે ખુબ જ સરળતા રહેશે. ઉપરાંત, અંદાજે રૂ.૪૩૦ લાખના ખર્ચે ઉમરાળાથી ગઢીયા ગામ સુધી નોન પ્લાન રોડ તૈયાર કરવાના અર્થે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ રોડના નિર્માણથી લોકોને અવરજવર માટે સરળ અને સુગમ રહેશે.
રિપોર્ટર અજય પરમાર રાણપુર