ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / ગાંધીનગર

કલોલ પોલીસે ચોરાયેલી રિક્ષા સાથે આરોપીને ઝડપી પાડ્યો.

કલોલ પોલીસે ચોરાયેલી રિક્ષા સાથે આરોપીને ઝડપી પાડ્યો

દોઢ વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલાયો, ₹૨.૫૦ લાખની રિક્ષા કબજે
કલોલ તાલુકા પોલીસે દોઢ વર્ષ પહેલાં ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે ચોરાયેલી રિક્ષા સાથે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિક્ષાની કિંમત અંદાજે ₹૨,૫૦,૦૦૦ આંકવામાં આવી છે.
ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓના અનુસંધાને કલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર.એમ. સરોદેના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમારની ટીમ સક્રિય કામગીરીમાં લાગી હતી.
તા. ૧૨/૦૨/૨૦૨૬ના રોજ પેટ્રોલિંગ દરમિયાન આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ ભૂપતસિંહને ખાનગી બાતમી મળી હતી કે ઉનાવા ગામની ભાગોળ પાસેથી ચોરાયેલી રિક્ષા નંબર GJ-18-BY-1758 ચોરી કરનાર ઇસમ બાલવા ચોકડી પાસે હાજર છે.

બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીનું નામ રિતેશકુમાર દંતાણી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીએ રિક્ષા ચોરીની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે ચોરાયેલી રિક્ષા ગોઝારીયા ચોકડી ખાતે બિનવારસી હાલતમાં મૂકી દીધી હતી.

તપાસ દરમિયાન રિક્ષા નંબર GJ-18-BY-1758  મળી આવી હતી. આરોપીએ રિક્ષાના પાછળના નંબરના આંકડા ફેરફાર કરી ઓળખ છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે અગાઉથી ગુનો નોંધાયેલો હતો. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.બી. ઝાલા, એ.એસ.આઇ. રમેશભાઇ વેલજીભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ કુબેરભાઇ, પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ ભૂપતસિંહ તથા નવઘણભાઇ સામતભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

લક્ષ ન્યુઝ – સંજય નાયક

Administrator
News Creator
based in dsf
Followers
1
Total News Views
6,753