રોડ અકસ્માતથી ઇજાગ્રસ્ત દીપડાને GEER ફાઉન્ડેશનની ટીમે સારવાર થકી આપ્યું નવજીવન...

અરવલ્લીના શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં કરોડરજ્જુમાં ગંભીર ઈજા પામેલો એક દીપડો ગાંધીનગર સ્થિત GEER ફાઉન્ડેશન દ્વારા મહિનાઓ સુધી આપવામાં આવેલી વિશેષ પશુચિકિત્સા સારવાર અને પુનર્વસન બાદ ફરી વખત હરતો-ફરતો થયો; ઇન્દ્રોડા નેચર પાર્કમાં કુદરતી
વાતાવરણમાં જીવન જીવશે દીપડો...

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઇજાગ્રસ્ત દીપડાના સફળ બચાવ, સારવાર અને પુનર્વસન બદલ GEER ફાઉન્ડેશનની ટીમને અભિનંદન પાઠવ્યા...
સમયસર બચાવ, અદ્યતન નિદાનાત્મક ઇમેજિંગ, વિશેષ વન્યજીવ પશુચિકિત્સા, સારવાર અને લાંબાગાળાના પુનર્વસનથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત વન્યજીવોને જીવનની બીજી તક આપી શકાય છેઃ બી.પી. પતી (IFS), નિયામક, GEER ફાઉન્ડેશન