૧૭ કંપનીઓ દ્વારા આશરે ૧૭૦ જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ:૧૪૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
.jpeg)
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર તથા સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સેક્ટર-૨૮, ગાંધીનગર ખાતે મેગા જોબ ફેર અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભરતીમેળામાં વિવિધ ક્ષેત્રની ૧૭ કંપનીઓ દ્વારા આશરે ૧૭૦ જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ૧૬૨ જેટલા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કંપનીઓ દ્વારા હાથ ધરાયેલી પસંદગી પ્રક્રિયામાં ૧૪૬ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ઉપરાંત, ૧૩ જેટલા ઉમેદવારોને સ્થળ પર જ Letter of Intent (LOI) આપવામાં આવ્યા હતા.આ મેગા જોબ ફેરનો મુખ્ય ઉદ્દેશ્ય રોજગાર ઇચ્છુક યુવાનોને તેમની લાયકાત અને કૌશલ્ય અનુસાર રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો તથા રોજગારદાતા કંપનીઓ અને ઉમેદવારો વચ્ચે સીધો સંપર્ક પ્રસ્થાપિત કરવાનો હતો.આ ભરતીમેળામાં જિલ્લા રોજગાર અધિકારી, સમર્પણ કોલેજના રજિસ્ટ્રારશ્રી, પ્રિન્સિપાલશ્રી, જિલ્લા રોજગાર વિનિમય કચેરીના તથા કોલેજના સ્ટાફ ગણ તથા બહોળી સંખ્યામાં રોજગારવાંચ્છુઓ ઉપસ્થિત રહ્યા હતા.
