.jpeg)
રામસીડા ખાતે વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરી આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ ભવિષ્ય નિર્માણ કરવાનો સંકલ્પ લઈએ
.jpeg)
વવાશે તે ઉછેરાશે’ના સંકલ્પ સાથે વૃક્ષોનું જતન કરવું જરૂરી: મંત્રીશ્રી પ્રવીણભાઈ માળી

વૃક્ષારોપણમાં છોડના સર્વાઇવલ રેશિયોને અપાશે સર્વોચ્ચ પ્રાથમિકતા: મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના રામસીડા ખાતે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં સામાજિક વનીકરણ વિભાગ, વન વિભાગ
, ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ
.jpeg)
પ્રસંગે મંત્રીશ્રીએ સૌ પ્રથમ રામસીડા ખાતે ‘વન કવચ’નો શુભારંભ કરાવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણ અને જિલ્લામાં હરિયાળી વિસ્તાર વધારવાના હેતુથી ૨ હેક્ટર
જમીનમાં વિકસાવવામાં આવી રહેલા આ વન કવચમાં ઉચ્ચ સ્તરીય, મધ્યમ સ્તરીય, નાના સ્તરીય તેમજ ઔષધીય રોપાઓ સહિત કુલ ૨૦,૦૦૦

રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, મંત્રીશ્રીના વરદ હસ્તે લોકજાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવા ‘વૃક્ષ રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને વૃક્ષોના મહત્વ અંગે જણાવ્યું હતું કે, વૃક્ષોમાં ભગવાનનો વાસ છે અને આપણી સંસ્કૃતિમાં વૃક્ષોને પૂજનીય માનવામાં આવે છે
. આપણા વડીલો પણ વર્ષોથી વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે પ્રેરણા આપતા આવ્યા છે.
ઉત્તર ગુજરાતની આગવી ઓળખ સમાન લીમડાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની જવાબદારી આપણા સૌની છે. લીમડો ઔષધીય ગુણોથી ભરપૂર હોવાથી માનવજીવનમાં તેનું વિશેષ મહત્વ છે. તેમણે પર્યાવરણ જાળવણી માટે બે સંકલ્પો લેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, આપણે પોતાના હાથે કચરો ફેંકવો નહીં
અને પોતાના હાથે કુહાડી વડે વૃક્ષો કાપવા નહીં
મંત્રીશ્રીએ ઉત્તર ગુજરાતની સમૃદ્ધ વનસ્પતિ અને જૈવવિવિધતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ખીજડો પણ ઉત્તર ગુજરાતની આગવી ઓળખ છે, જેનો ઉલ્લેખ મહાભારતમાં પણ જોવા મળે છે. રોહિડો અને અન્ય સ્થાનિક વૃક્ષો તથા વનસ્પતિ પણ આ પ્રદેશની પ્રાકૃતિક ઓળખ છે. ઉત્તર ગુજરાતમાં જોવા મળતા
વરખડી જેવા વૃક્ષોમાંથી મૂલ્યવાન તેલ મેળવવામાં આવે છે, જ્યારે બનાસકાંઠાની વિશિષ્ટ રાખોડી ચિલોતર જેવી વન્યજીવ પ્રજાતિઓ પ્રકૃતિપ્રેમીઓ અને ફોટોગ્રાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રકારની સ્થાનિક વનસ્પતિ અને વન્યજીવ સંપદાનું સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે. બનાસકાંઠા જિલ્લામાં નદી,
પર્વત, વનસ્પતિ અને વિવિધ પ્રકારની પ્રાણી સૃષ્ટિ સહિતની વિશિષ્ટ જૈવવિવિધતા જોવા મળે છે. વર્ષો અગાઉ પર્યાવરણને થયેલી ક્ષતિને હવે સુધારવાની જવાબદારી આપણા સૌની છે. માત્ર વૃક્ષો વાવવાથી જ આપણી જવાબદારી પૂર્ણ થતી નથી, પરંતુ ‘વવાશે તે ઉછેરાશે’ એ સંકલ્પ સાથે વાવેલા દરેક રોપાનું જતન
અને સંવર્ધન કરવું જરૂરી છે. વન વિભાગ દ્વારા ગામેગામ બગીચા અને ‘ગ્રામ વન’ વિકસાવવામાં આવે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ નદીઓના બંને કાંઠે વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તેની શરૂઆત બનાસકાંઠાથી

કરવામાં આવશે. આ વૃક્ષારોપણમાં માત્ર વાવેતર જ નહીં પરંતુ રોપાઓનો સર્વાઇવલ રેશિયો સારો રહે અને વાવેલા રોપાઓ વૃક્ષ બને ત્યાં સુધી તેનું જતન થાય તે બાબતને પણ પ્રાથમિકતા આપવામાં આવશે.
અંતમાં મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે જોડાઈને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોનું જતન કરી પર્યાવરણ સંરક્ષણના આ જનઆંદોલનમાં સહભાગી બનવા સૌ નાગરિકોને અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીઓ દ્વારા વન સંરક્ષણ, સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ અને ‘વન કવચ’ સહિતની વિવિધ કામગીરી તથા યોજનાઓ અંગે ઉપસ્થિતોને માહિતી આપવામાં આવી હતી. ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ
કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણ તથા વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણની સાથે વાવેલા રોપાઓના જતન અને સંવર્ધન માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત, ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, IFS તથા સામાજિક વનીકરણ વર્તુળ, મહેસાણાના વન સંરક્ષકશ્રી ડૉ. શોભીતા અગ્રવાલ,
નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠાના વન સંરક્ષકશ્રી ડૉ. રેણુકાબેન દેસાઈ સહિત વન વિભાગના અધિકારી-કર્મચારીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.