ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું ગુજરાત / બનાસકાંઠા

દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ: વી.કે. હાઈસ્કૂલ દિયોદર અને એકે ફૂટબોલ એકેડેમી વિજેતા

જિલ્લા કક્ષાની ‘સ્પંદન લીગ’માં ખેલાડીઓનો ઉત્સાહ: ઉદ્ઘાટન મેચોમાં દિયોદર અને પાલનપુરની ટીમોનો અનેરો ઉત્સાહ
દાંતીવાડા BSF દ્વારા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન: વી.કે. હાઈસ્કૂલ ‘A’ અને એકે ફૂટબોલ એકેડેમીએ નોંધાવી જીત

દાંતીવાડા સ્થિત ૨૧મી બટાલિયન BSF દ્વારા યુવાનોમાં રમતગમતની ભાવના, શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને ટીમ ભાવના વિકસાવવાના હેતુથી જિલ્લા કક્ષાની ‘સ્પંદન લીગ - ફેઝ-૧’ ફૂટબોલ ટુર્નામેન્ટનો BSF ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) અને ‘ખેલો ઈન્ડિયા’ અભિયાનના સહયોગથી યોજાયેલી આ ચાર દિવસીય ટુર્નામેન્ટમાં બનાસકાંઠા જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, અકાદમીઓ અને સુરક્ષા દળોની કુલ ૮ ટીમો ભાગ લઈ રહી છે. આ ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. રાજેશ્વર સિંહ ચંદેલ ઉપસ્થિત રહ્યા હતા.

ટુર્નામેન્ટના પ્રથમ દિવસે રમાયેલા રોમાંચક મુકાબલાઓમાં ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. દિવસની પ્રથમ મેચ શ્રી વી.કે. હાઈસ્કૂલ ‘A’ દિયોદર અને ઝાલોરી એફસી જૂના ડીસા વચ્ચે રમાઈ હતી, જેમાં શાનદાર પ્રદર્શન દાખવીને શ્રી વી.કે. હાઈસ્કૂલ ‘A’ દિયોદરની ટીમ વિજેતા બની હતી. જ્યારે બીજી મેચ સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર અને એકે ફૂટબોલ એકેડેમી પાલનપુર વચ્ચે યોજાઈ હતી, જેમાં એકે ફૂટબોલ એકેડેમીએ ઉત્તમ રમત દાખવી વિજય મેળવ્યો હતો.

આ કાર્યક્રમમાં BSF અધિકારીઓ, જિલ્લા પંચાયતના ચેરમેન, તાલુકા પ્રમુખ સહિતના અન્ય મહાનુભાવો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કેન્દ્રીય વિદ્યાલય દાંતીવાડા અને કૃષિનગર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી કાર્યક્રમમાં ઉત્સાહ વધાર્યો હતો. મુખ્ય

 BSFની આ પહેલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓથી યુવા પ્રતિભાઓને આગળ આવવા માટે ઉત્તમ મંચ મળે છે. આ ટુર્નામેન્ટ ૧૨ સપ્ટેમ્બર સુધી ઉત્સાહભેર ચાલશે.

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
13,172