ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / મારું શહેર / બનાસકાંઠા

બનાસકાંઠા: ધાનેરા તાલુકાની નેનાવા પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ઉજવણી

બનાસકાંઠા: ધાનેરા તાલુકાની નેનાવા પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ઉજવણી

 નેનાવા પગાર કેન્દ્ર શાળા ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

 

કાર્યક્રમની શરૂઆતમાં બાળકોએ તમામ શિક્ષકોને તિલક કરી પુષ્પગુચ્છ આપી હર્ષભેર સન્માન કર્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓ શિક્ષક બનીને વર્ગો સંભાળ્યા હતા અને પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી હતી.

વિદ્યાર્થીઓએ શિક્ષકોના સન્માનમાં પ્રેરણાદાયી વક્તવ્ય, કવિતાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેણે સૌના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન, તેમના ઉચ્ચ વિચારો અને શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ ઉજવણીના અંતે શાળા પરિવાર વતી તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્યશ્રી અને શિક્ષક ગણ દ્વારા કરવામાં આવ્યું હતું

રિપોર્ટર-  અરવિંદ રાણા ધાનેરા

Administrator
News Creator
based in dsf
Followers
2
Total News Views
12,977