કલોલ તાલુકાના આરસોડિયા ગામે આવેલી ઓમ રેસિડેન્સી સોસાયટી આગળ આસપાસના વિસ્તારોમાંથી લોકો ખુલ્લામાં કચરો નાખી જતાં હોવાથી ભારે ગંદકીનું સામ્રાજ્ય ખડકાયું છે. સોસાયટીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ આરોગ્ય વિભાગનું મકાન આવેલું હોવા છતાં ત્યાં જ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ કચરાના કારણે આખો દિવસ રખડતી ગાયો અને પશુઓનો ભારે ત્રાસ રહે છે, જેના લીધે રહીશો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ ઉપરાંત સોસાયટીની બરાબર સામેની તરફ સતત ગટર ઉભરાવવાની સમસ્યાથી પણ સ્થાનિક લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

આ તમામ ગંભીર સમસ્યાઓને લઈને ઓમ રેસિડેન્સી સોસાયટીના હોદ્દેદારો અને સ્થાનિક રહીશો દ્વારા આસોડિયા ગ્રામ પંચાયતની ગ્રામસભામાં ઉપસ્થિત રહીને વિસ્તૃત અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
