ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બનાસકાંઠા

બનાસકાંઠા: બળદેવનાથ ગીરીને અટકાયતમાં લેવામાં આવ્યા બાદ બ્લેક કલરની પ્રાઇવેટ કારમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીસા લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

*???? બ્રેકિંગ ન્યૂઝ | બનાસકાંઠા અપડેટ*

 

બનાસકાંઠા: બળદેવનાથ ગીરીને અટકાયતમાં લેવામાં આવ્યા બાદ બ્લેક કલરની પ્રાઇવેટ કારમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીસા લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

મળતી માહિતી મુજબ હાલ ડીસા તાલુકા મથકે બળદેવનાથ ગીરીની અધિકારીઓ દ્વારા પૂછપરછ ચાલી રહી છે. પૂછપરછને લઈને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ઘટનાક્રમ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

 

સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સમગ્ર પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ થાય અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસના અધિકારીઓ અને સ્ટાફ સતત ફરજ પર ખડેપગે કાર્યરત છે.

 

આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. જોકે, પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ વિગત જાહેર કરી નથી. પૂછપરછ પૂર્ણ થયા બાદ વધુ માહિતી બહાર આવે તેવી શક્યતા છે

 

*અહેવાલ વિક્રમસિંહ રાઠોડ ભીલડી*

VIKRAMJI THAKOR
News Creator
based in 91
Followers
1
Total News Views
1,219