ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ એન્ટરટેઇનમેન્ટ ઈન્ડિયા ધર્મ દર્શન સ્પોર્ટ્સ વર્લ્ડ યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન વિડીયો
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / દાહોદ

ફતેપુરામાં પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયો

આરોગ્ય સુખાકારીના હેતુથી પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા ભુરીબા પાર્ટી પ્લોટ, ઘુઘાસ રોડ, ફતેપુરા ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં જનરલ મેડિસિન, સ્ત્રીરોગ, હાડકાં, આંખ અને બાળરોગના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા દર્દીઓની ફ્રી તપાસ (OPD) કરી નિદાન કરવામાં આવ્યું હતું.

કેમ્પ દરમિયાન BP, ડાયાબિટીસ અને ECG જેવી તપાસ તથા જરૂરી દવાઓનું મફત વિતરણ કરાયું હતું. સ્થાનિક આગેવાન વિશાલ નહારે જણાવ્યું કે, ૧૫૦થી વધુ ગ્રામજનોએ આ કેમ્પનો લાભ લીધો હતો. વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દીઓ માટે પારુલ હોસ્પિટલ જવા-આવવાની મફત સુવિધા તેમજ આગળની સારવાર અને લેબ ટેસ્ટમાં ૫૦% રાહત આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

YASHIR GUDALA
News Creator
based in 0
Followers
0
Total News Views
187