કૃષિ જાગરણ — ખેડૂત સાથે વિકાસ”ના ધ્યેયને સાકાર કરતા કૃષિ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. Indian Agricultural Research Institute ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં “ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ આઈકોન એવોર્ડ-2026” એનાયત કરવામાં આવ્યો હતો.
આ એવોર્ડ Ministry of Agriculture and Farmers Welfare હેઠળ કાર્યરત કેન્દ્રીય કૃષિ સેક્રેટરી, દિલ્હી દ્વારા વિધિવત્ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દેશભરના કૃષિ ક્ષેત્રના આગેવાનો અને નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.
ઓર્ગેનિક અને નેચરલ ફાર્મિંગ ક્ષેત્રે કરવામાં આવેલ નવીન પ્રયાસો, પર્યાવરણમૈત્રી ખેતી પદ્ધતિઓનો પ્રચાર અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નોને ધ્યાનમાં રાખી આ સન્માન આપવામાં આવ્યું છે.
આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત ગૌરવ નથી પરંતુ સમગ્ર ખેડૂત સમાજ માટે પ્રેરણાદાયી છે. “ખેડૂત સાથે વિકાસ”ના સૂત્રને મજબૂત બનાવતા આ પ્રકારના સન્માનો ભવિષ્યમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.