ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં રાજકીય ગરમાવો, મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનો ભાજપમાં જોડાયા...

ગુજરાતમાં સ્થાનિક રાજકારણના સમીકરણો બદલાઈ રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. 

 

તાજેતરમાં દાંતા તાલુકાના નવાવાસ ગામે બીજેપી મીટીંગ યોજવામાં આવી મિટિંગમાં દાંતા ના વિરેન્દ્ર સિંહ બડગુજર સ્વરૂપસિંહ રાણા બનાસ ડેરીના ડિરેક્ટર અમરતજી ઠાકોર ડોક્ટર હેમરાજભાઈ રાણા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

 

અને તેમની હાજરી માં નવાવાસ ગામેથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. અહીં મુસ્લિમ સમાજના અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોનો સાથ છોડી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો ભગવો ધારણ કર્યો છે

 

 

ભાજપમાં જોડાયેલા સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ" ના મંત્રથી પ્રેરાઈને તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે

 

 સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે, જેનાથી લઘુમતી સમાજમાં પણ ભાજપ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે

 

 

સ્થાનિક ભાજપ નેતાઓએ આ જોડાણને આવકારતા જણાવ્યું કે નવાવાસ ગામના મુસ્લિમ ભાઈઓના જોડાણથી પક્ષ વધુ મજબૂત બનશે. આ સાબિત કરે છે કે હવે લોકો નકારાત્મક પ્રચારને છોડીને વિકાસની મુખ્યધારામાં જોડાઈ રહ્યા છે

 

 

અને અધુરા માં પૂરું ભાજપે પણ આ વખતે નવાવાસ ના જ લઘુમતી સમાજના યુવાન ને ટિકિટ આપી જોરદાર કામ કર્યુ છે

 

 

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ પ્રકારના પક્ષપલટા અને જોડાણ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

 

 

ખાસ કરીને લઘુમતી બહુલ ધરાવતા વિસ્તારોમાં ભાજપ પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે નવાવાસની આ ઘટના અન્ય ગામો માટે પણ ઉદાહરણ રૂપ બની શકે છે.

 

 

બ્યુરો ચીફ: પઠાણ અશરફ ખાન નવાવાસ.

PANKAJ SADHU
News Creator
based in Patan
Followers
0
Total News Views
45