ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બનાસકાંઠા

વાવ-થરાદ જિલ્લામાં આવેલા ધરણીધર તાલુકાના ઢીમા ગામમાં તાલુકા પંચાયત સીટ નં. ૧ માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ તરફથી મહિલા ઉમેદવારએ પોતાની જીત અંગે દૃઢ આશા વ્યક્ત કરી છે.

વાવ-થરાદ જિલ્લામાં આવેલા ધરણીધર તાલુકાના ઢીમા ગામમાં તાલુકા પંચાયત સીટ નં. ૧ માટે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ તરફથી મહિલા ઉમેદવારએ પોતાની જીત અંગે દૃઢ આશા વ્યક્ત કરી છે.

ઉમેદવારએ જણાવ્યું હતું કે ગામના લોકોનો તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા તેઓ પ્રતિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી વિસ્તારના લોકોમાં બદલાવની ઇચ્છા જોવા મળી રહી છે અને તે જ લહેર તેમના પક્ષ માટે અનુકૂળ બનશે. સ્થાનિક મતદારો સાથે સતત સંપર્ક અને સંવાદના આધારે તેઓ જીત અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

ગામમાં ચૂંટણીને લઈને ઉત્સાહપૂર્ણ વાતાવરણ છે અને તમામ પક્ષો પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. આવનારી ચૂંટણીમાં કોણ જીતશે તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

*અહેવાલ ભલાભાઈ રાજપૂત વાવ થરાદ*

SHARVAN SOLANKI
News Creator
based in 91
Followers
0
Total News Views
630