કલોલ

ગાંધીનગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દ્વારા ગુજરાતના નાગરિકોને લગતા અપમાનજનક નિવેદન સામે ભાજપા દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લા ભાજપાના ઉપક્રમે અને જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલભાઈ પટેલના નેતૃત્વમાં કલોલ ખાતે ધરણા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા તેમજ મંડળ ભાજપાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની કડક નિંદા કરી હતી. સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ પ્લેકાર્ડ દર્શાવીને પોતાના રોષનો પ્રગટાવ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભાજપાના નેતાઓએ જણાવ્યું હતું કે ગુજરાતના ગૌરવ અને જનભાવનાને ઠેસ પહોંચાડતા આવા નિવેદનો સહન નહીં કરવામાં આવે.
.jpeg)
આ સમગ્ર વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો, પરંતુ કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
.jpeg)

લક્ષ ન્યુઝ – સંજય નાયક