કલોલ શહેર પો.સ્ટે.વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના ગુનાને ગણતરીના કલાકોમા ડીટેકટ કરી આરોપી તથા મુદામાલ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી કલોલ શહેર પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા ગાંધીનગર પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ નાઓએ મિલકત સબંધી ગુન્હા અટકાવવા તથા અનડીટેક્ટ ગુન્હાઓ શોધવા સારૂ અવાર નવાર સુચના કરેલ હોઇ જે અંગે નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.એમ.સરોદે સાહેબ કલોલ વિભાગ કલોલ નાઓએ કલોલ શહેર પો.સ્ટે. વિસ્તારમાં મિલકત સબંધી ગુન્હા અટકાવવા તથા અનડીટેક્ટ ગુન્હાઓ શોધવા સારૂ સુચના તેમજ માગૅદશૅન આપેલ.
જે અનુસંઘાને અમોએ સ્થાનિક કક્ષાએ મિલકત સબંધી ગુન્હા અટકાવવા તથા અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ સ્ટાફના માણસોને સુચના કરેલ.જે અન્વયે અત્રેના પોસ્ટેના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. દેવજીભાઈ ભીખાભાઈ બ.નં.૧૩૩૦ તથા અ.હેડ.કો. સાગરભાઈ ઓધારભાઈ બ.નં.૪૫૧ તથા અ.પો.કો. ચેતનસિંહ નટુજી બ.નં.૨૬૪ તથા અ.પો.કો રાકેશસિંહ દિલીપસિંહ બ.નં.૩૮૦ તથા અ.પો.કો. નગીનકુમાર અમૃતભાઈ બ.નં.૧૭૩૯ તથા આ.પો.કો હરેશસિંહ મણાજી બ.નં.૪૧૦ તથા આ.પો.કો. સાદિકમહંમદ બાકરહુસેન બ.નં.૧૦૧૧ કર્મચારીઓ સાથે કલોલ શહેર પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કલોલ મટવા કુવા બ્રિજ પાસે આવતાં સાથેના અ.હેડ.કોન્સ. સાગરભાઈ ઓધારભાઈ બ.નં.૪૫૧ તથા અ.પો.કો. ચેતનસિંહ નટુજી બ.નં.૨૬૪ નાઓને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બાપાસીતારામ જતાં રોડ ઉપર મહાજનના બોર થી અંદર ટીપી રોડ ઉપર એક ઈસમ સર સામાન સાથે શંકાસ્પદ જણાતાં તેને પકડી પાડી તેની પુછપરછ કરતાં સદરી ઈસમ રાજુજી ઉર્ફે ઉકો ધનાજી ઠાકોર ઉ.વ.૨૫ રહે.કલોલ, તેરસાપરા ચોકડી પાસે, જોગણી માતાના પરામાં, તા.કલોલ જી.ગાંધીનગરવાળો હોવાનું જણાવતાં તેની પાસે ત્રણ પ્લાસ્ટીકના કોથળામાં ૨૭૪ મીટર અલગ અલગ જાડા પાતળા કોપરના વાયરો તથા વાયર ઉપરના કવર કાઢેલ માત્ર કોપરના ગુંચળા જેનું વજન આશરે ૦૫ કિ.ગ્રામ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૪૬, ૨૭૬/- સાથે પકડી પાડેલ જે કલોલ શહેર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૬૦૨૪૨૬૦૧૯૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૩૧(૩),૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ ની ફરીયાદ તા.૦૨/૦૪/૨૦૨૬ ના રોજ દાખલ થયેલ જે આરોપીએ તા.૩૧/૦૩/૨૦૨૬ ના રાત્રિના કલાક ૦૯/૦૦ થી ૧૦/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન કલોલ-માણસા રોડ તેરસાપરા પ્લોટ નં.-૧૪ માં દવે એન્જીનીયરીંગ એન્ડ કંપની અંદર આવેલ રૂમના અંદર થી ચોરી કરી લઈ ગયેલ હોય જે હ્યુમન સોર્સીસ મારફતે સદર આરોપીને મુદ્દામાલ સાથે શોધી કાઢી કાયદેસરની કાયૅવાહી કરવામા આવેલ છે. તા.૦૩/૦૪/૨૦૨૬
પકડાયેલ આરોપીનું નામઃ

રાજુજી ઉર્ફે ઉકો ધનાજી ઠાકોર ઉ.વ.૨૫ રહે.કલોલ, તેરસાપરા ચોકડી પાસે, જોગણી માતાના પરામાં, તા.કલોલ જી.ગાંધીનગર
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી :-
(૧) પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.જે.ચુડાસમા
(૨) એ.એસ.આઈ. દેવજીભાઈ ભીખાભાઈ બ.નં.૧૩૩૦
(૩) અ.હેડ.કો. સાગરભાઈ ઓધારભાઈ બ.નં.૪૫૧
(૪) અ.પો.કો. ચેતનસિંહ નટુજી બ.નં.૨૬૪
(૫) અ.પો.કો રાકેશસિંહ દિલીપસિંહ બ.નં.૩૮૦
(૬) અ.પો.કો. નગીનકુમાર અમૃતભાઈ બ.નં.૧૭૩૯
(૭) આ.પો.કો હરેશસિંહ મણાજી બ.નં.૪૧૦
(૮) આ.પો.કો. સાદિકમહંમદ બાકરહુસેન બ.નં.૧૦૧૧