ટૉપ ન્યૂઝ મારું શહેર સરકારી યોજનાઓ મારું ગુજરાત ક્રિકેટ ધર્મ દર્શન યુટિલિટી લાઇફસ્ટાઇલ બિઝનેસ રાશિફળ મેગેઝિન
ટૉપ ન્યૂઝ
હોમ / ટૉપ ન્યૂઝ / બનાસકાંઠા

ભીલડી પોલીસ સ્ટેશનના પી.આઈ. ધવલભાઈ પટેલની જામનગર ખાતે બદલી

ભીલડી પોલીસ સ્ટેશનના પી.આઈ. ધવલભાઈ પટેલની જામનગર ખાતે બદલી

બનાસકાંઠા જિલ્લાના ભીલડી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (પી.આઈ.) ધવલભાઈ પટેલની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. આ બદલીના આદેશ બાદ સ્થાનિક પોલીસ વર્તુળોમાં તેમજ નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

પી.આઈ. ધવલભાઈ પટેલે તેમના કાર્યકાળ દરમિયાન ભીલડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગુનાખોરી પર નિયંત્રણ, ઝડપી તપાસ અને જનતા સાથે સારો સંપર્ક જાળવવાના કારણે તેઓ લોકપ્રિય બન્યા હતા.

 

પોલીસ વિભાગના નિયમિત પ્રશાસકીય ફેરફારના ભાગરૂપે આ બદલી કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. ભીલડીના નાગરિકોએ તેમના કાર્યની પ્રશંસા કરી તેમને નવી જગ્યાએ સફળ કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવી છે.

 

હવે ભીલડી પોલીસ સ્ટેશનમાં નવા પી.આઈ.ની નિમણૂક અંગે લોકોમાં આતુરતા જોવા મળી રહી છે.

 વિક્રમસિંહ રાઠોડ ભીલડી 

VIKRAMJI THAKOR
News Creator
based in 91
Followers
0
Total News Views
234