.jpeg)
*થરાદ થી સાંચોર હાઈવે પર મોડીરાત્રે અકસ્માત : થરાદના એક યુવકનું મોત, ત્રણથી ચાર લોકો ઘાયલ*
.jpeg)
થરાદ–સાંચોર હાઈવે પર મોડીરાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ બે વાહનો વચ્ચે જોરદાર અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન થરાદના એક યુવકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે

અહેવાલ શ્રવણ સોલંકી ધરણીધર ઢીમા