ભીલડી બજારમાં રામ નવમી શોભાયાત્રા નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી....!
સમગ્ર ગુજરાતમાં રામ નવમી નિમિત્તે ભવ્ય ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા તાલુકાના ભીલડીની બજારમાં પણ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સૌ પ્રથમ ભીલડી રેલવે સ્ટેશન ખાતે આવેલા જગદીશશ્વર મહાદેવના મંદિરેથી નીકળી શોભાયાત્રા, જુની ભીલડી થી જૈન દેરાસર થી સોયલા નાળાથી થઈ ને પરત પરિભ્રમણ કરીને જગદીશશ્વર મહાદેવના મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં ડીજેના તાલે રામ ભગવાનના વિવિધ ગીતો સાથે લોકો શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં ભીલડી પોલીસ સ્ટેશનના પી.આઈ, ડી.બી.પટેલ અને પીએસઆઇ, એન.પી.સોનારા સહિત પોલીસ સ્ટાફ શોભાયાત્રામાં જોડાયો હતો. વિવિધ મંડળના સ્વયંસેવકો પણ શોભાયાત્રામાં જોડાયા હતા અને બહોળી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા હતા
એહવાલ વિક્રમસિંહ રાઠોડ ભીલડી